Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

લખતરનાં ઝમર ગામ પાસે ટ્રેલર -ડમ્પર વચ્ચે અકસ્માતમાં ડ્રાઇવરનું મોત

(ફઝલ ચૌહાણ દ્વારા) વઢવાણ,તા. ૨૫: સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના જમર પાસે આવેલી એમ આર એસ કંપની બહાર વહેલી સવારે ધુમ્મસના કારણે ડમ્પર ચાલક ને સ્ટેરીંગ પરથી કાબુ ગુમાવી બેસતા સામે આવતા ટ્રેલર સાથે ધડાકાભેર અથડાતા આકાશમાં સર્જાવા પામ્યો છે ત્યારે ખાસ કરી સુરેન્દ્રનગર જિલ્લાના લખતર તાલુકાના જમર ગામ પાસે વહેલી સવારે આ અકસ્માતમાં ટ્રેલર ચાલકનું મોત નિપજવા પામ્યું છે ત્યારે ટ્રેલરની કેબિનમાં ધડાકાભેર અથડાતા ઘટનાસ્થળે જ ટ્રેલર ચાલક દબાઈ જતાં તેનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું છે.

ત્યારે આ અકસ્માતની જાણ થતાં તાત્કાલિક ધોરણે સુરેન્દ્રનગર જિલ્લાની લખતર પોલીસ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને સમગ્ર ગામના પાટિયા પાસે આવેલી એમ આર એસ કંપની બહાર સર્જાયેલા અકસ્માતમાં વિવિધ પ્રકારની વિગતો પોલીસ દ્વારા મેળવવામાં આવી હતી ત્યારે આ પ્રાથમિક વિગત માં જાણવા મળતી વિગત અનુસાર હાઇવે ઉપર સર્જાયેલા અકસ્માતમાં ઝમમર એમ.આર.એસ કંપની બહાર સર્જાયેલા અકમાત માં ચૌહાણ શંકરભાઈ ઓઘડભાઈ ઉ.વર્ષ ૬૦ નો ઘટના સ્થળે મોત નિપજયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવવા પામી છે.

(12:47 pm IST)