Gujarati News

Gujarati News

News of Friday, 25th December 2020

જુનાગઢ જીલ્લા યુવા કોંગ્રેસ પ્રમુખને સસ્પેન્ડ કરાયા

જૂનાગઢ, તા. રપ : જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ જવલિત બુસા પક્ષ વિરુદ્ઘ પ્રવૃત્ત્િ।ઓ કરતા જણાતા પ્રમુખ પદે થી સસ્પેન્ડ કરી જિલ્લા નાં ઇ.ચા. પ્રમુખ તરીકે શહેર પ્રમુખ કાર્તિક ઠાકર ને ચાર્જ સોંપેલ.

જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ના યુવા પ્રમુખ જોલીત બુહા ને ભાજપની ચાપલુસી ભારે પડી છે. કોંગ્રેસ પક્ષ વિરોધી પ્રવુતિ કરવા બદલ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતી ના અધ્યક્ષ ગુલાબસિંહ રાજપૂતે  જિલ્લા કોંગ્રેસ જૂનાગઢના  હીતમાં  આકરો નિર્ણય લય તાત્કાલિક અસરથી જૂનાગઢ યુવા કોંગ્રેસ ના જિલ્લા પ્રમુખ જોલીત બુહા ને તેમના પદ પરથી તથા પાર્ટી માથી સસ્પેન્ડ કરેલ છઙ્ખ તેવુ જૂનાગઢ જિલ્લા કોંગ્રેસ ના મહામંત્રી વી ટી સીડા ની યાદી માં જણાવેલ છે.

(1:32 pm IST)