Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ચોટીલાઃ કોટક પરિવાર દ્વારા માનવતા ભરી અંજલીઃ

ચોટીલાઃ રાજપરા ગામના વતની વર્ષો થી ચોટીલામાં સ્થાયી સ્વ. કનૈયાલાલ દયાળજીભાઇ કોટક ના મુબંઇ રહેતા પુત્ર હરેશભાઇ કોટક થોડા દિવસો પહેલા ચોટીલા આવેલ જેઓને હાઇ સુગર થતા સારવાર દરમિયાન અવસાન થયેલ હતું સ્વર્ગસ્થ ની પાછળ અન્ય કોઇ સામાજીક રીતરસમો ને બદલે શ્રધ્ધાંજલી રૂપે ઇગલ ફાલ્કન ટ્રાવેલ્સ મુંબઈ ના ઇન્દુભાઇ કોટક ના સૌજન્ય થી તેમના વતન રાજપરા ની પ્રાથમિક શાળા નં-૩ મા અભ્યાસ કરતા તમામ બાળકોને કડકડતી ઠંડીમાં સ્વેટર વિતરણ કરેલ હતી.સ્વેટર વિતરણ કાર્યક્રમમાં શાળા પરીવાર, સ્થાનિક અગ્રણીઓ સાથે સ્વ. ના મોટાભાઇ હસુભાઇ કોટક, જયંતિભાઈ કોટક, હરેશભાઇ કોટક, દિનેશભાઈ અજમેરા, દિનેશભાઈ સંદ્યવી, મહેશભાઈ કોટક સહિતના લોકો જોડાયેલ અને ઉપસ્થિત ને શ્રધ્ધા સુમન પાઠવ્યા હતા. સ્વેટર વિતરણની તસ્વીર. 

(10:05 am IST)