Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી મોરબીમાં : સુશાસન સપ્તાહની ઉજવણી અંતર્ગત આયોજીત કાર્યક્રમમાં હાજરી આપશે

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા. ૨૫ : સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે આજે મોરબી ટાઉનહોલ ખાતે આયોજિત કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી સહિત મહાનુભાવો હાજરી આપશે.

રાજય સરકાર દ્વારા દેશના પૂર્વ વડાપ્રધાન અટલબિહારી વાજપેયીની જન્મજયંતી નિમિત્તે સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે જે અન્વયે આજે તા.૨૫ને બપોરે ૩ કલાકે મોરબી ટાઉનહોલ ખાતે એક ખાસ કાર્યક્રમનું આયોજન થયું છે.

વહીવટી સુધારણા અને તાલીમ વિભાગ, પ્રૌદ્યોગિકી વિજ્ઞાન અને પ્રવૃત્ત્િ। વિભાગ તેમજ સરદાર પટેલ લોકપ્રશાસન સંસ્થા દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, સાંસદ મોહનભાઇ કુંડારીયા સહિત મહાનુભાવો ઉપસ્થિત રહેશે.

(10:46 am IST)