Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મોરબીની નવયુગ વિદ્યાલયમાં ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો.

મોરબી :  આજના યુવાનો ભારતીય સંસ્કૃતિને ભૂલી જઈને પશ્ચિમી સંસ્કૃતિનું આંધળું અનુસરણ કરી રહય છે ત્યારે ભૂલકાઓ અને યુવાનોને ભારતીય સંસ્કૃતિ તરફ વાળવા માટે તેમજ દેશની મહાન અને દિવ્ય પરંપરાઓ અને મુલ્યો પ્રત્યે જાગૃત કરવાના ઉમદા હેતુ સાથે નવયુગ વિદ્યાલય મોરબી ખાતે ભારતીય સંસ્કૃતિનો ઉજાસ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો
આ કાર્યક્રમ અંતર્ગત પ્રાથમિક વિભાગના વિદ્યાર્થીઓ દ્વારા સમૂહ પ્રાર્થના, એકપાત્રી અભિનય, વેશભૂષા, રેલી, સમૂહ નૃત્ય જેવા સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનો પ્રયાસ કરાયો હતો. આ પ્રસંગે નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનના પ્રમુખ પી. ડી. કાંજીયા, નવયુગ એજયુ. એન્ડ ચેરી. ટ્રસ્ટના પ્રમુખ રંજનબેન કાંજીયા તેમજ ટ્રસ્ટી બળદેવભાઈ સરસાવાડીયાએ ઉપસ્થિત રહી વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધાર્યો હતો.
એક સે બઢકર એક એવા રંગારંગ કાર્યક્રમોમાં વિદ્યાર્થીઓની રજૂઆતોને જજ કરવા માટે નિર્ણાયક તરીકે પારૂલબેન પટેલ, હર્ષાબેન પોકાર તેમજ પિન્કીબેન પારવાણી ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે નવયુગ વિદ્યાલયના સમગ્ર સ્ટાફે ખૂબ જહેમત ઉઠાવી હતી.

(10:48 am IST)