Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

વધુ ૬ કેસ સાથે કચ્છમાં કોરોનાનો ફફડાટ જારી : આફ્રિકાથી આવેલ મહિલા પોઝિટિવ

ડીસેમ્બરમાં જ ૬૨ કેસ : સારવાર હેઠળના એકિટવ કેસ ૧૩

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૫ : કોરોના અંગે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીની ટકોર અને રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલ દ્વારા તકેદારીના પગલાં ભરવાની જાહેરાત વચ્ચે કચ્છમાં પ્રવાસીઓ પુષ્કળ આવી રહ્યા છે તો રાજકીય કાર્યક્રમો પણ વધ્યા છે. બીજી બાજુ કોરોના ના કેસોમાં પણ ઉછાળો આવ્યો છે. એક સાથે નવા ૬ દર્દીઓ નોંધાતાં ચાલુ મહિને પોઝિટિવ દર્દીઓનો આંકડો વધીને ૬૨ થયો છે.

ભુજના કોડકી ગામે આફ્રિકાના તાંઝાનિયાથી આવેલ ૩૫ વર્ષીય એનઆરઆઇ મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના સેમ્પલ લઈ આરોગ્ય તંત્રે વધુ તપાસ હાથ ધરી છે. કચ્છમાં હજી સુધી ઓમિક્રોન નો એક પણ કેસ નોંધાયો નથી.

જયારે કોરોનાના નોંધાયેલા કેસોમાં સૌથી વધુ કેસ ભુજ તેમ જ માંડવીમાં નોંધાયા છે. અત્યારે સારવાર હેઠળ ૧૩ દર્દીઓ છે.

(10:50 am IST)