Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

બામણબોરમાં સેવા સેતુ કાર્યક્રમ યોજાયોઃ અનેક લોકોના આધારકાર્ડ ન નીકળતાં નારાજગી

રાજકોટઃ બામણબોર ખાતે સેવા સેતુ કાર્યક્રમ રાખવામાં આવ્‍યો હતો. જેમાં રાજકોટ તાલુકાના પાંચ ગામો બામણબોર નવુગામ, ગારીડા, જીવાપર, ગુંદાળાના લોકોએ ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં આરોગ્‍યલક્ષી, ફોરેસ્‍ટ વિભાગ લક્ષી, જાતિના દાખલા, આધાર કાર્ડ, શ્રમ રોજગાર કાર્ડ, આવકના દાખલા કૂપનના કામો સહિતની કામગીરીથઇ હતી. તબિબો તથા નર્સિંગ સ્‍ટાફ, ફોરેસ્‍ટ અધિકારી બારોટ, વાસાણી, પાંચ ગામનો સરપંચ વિક્રમભાઈ દરબાર પ્રવીણ ભાઈ સારદીયા,  હરેશભાઈ, દેવજીભાઈ, શૈલેષભાઈ ગાંધી, હરેશભાઈ દરબાર ગભરૂભાઈ દરબાર, ધનાભાઈ નરેશભાઈ, ભુપતભાઈ સુનિલભાઈ રોજાસરા, રમેશભાઈ જેસાણી બામણબોરના મંત્રી વાઘજીભાઈ અને પાંચે ગામના આંગણવાડીના બહેનો હાજર રહ્યા હતાં. બામણબોરથી બાબુભાઈ ડાભીએ જણાવ્‍યું હતું કે ઘણા લોકો આધાર કાર્ડ થી વંચિત રહી ગયા હતાં. માત્ર ૩૦થી ૩૫ આધાર કાર્ડ નીકળતાં લોકોમાં નારાજગી જોવા મળી હતી.  સેવા સેતુ કાર્યક્રમનો લાભ તમામ લોકોને લાભ મળે એવી આશા ગામ લોકો રાખી રહ્યા છે.

 

(11:09 am IST)