Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મોરબી : નોનવેજ ધંધાર્થીઓ બાદ હવે પાલિકા ટીમે ગેરકાયદેસર હોડીંગ્સ હટાવવાની કામગીરી શરુ કરી.

પ્રાઈવેટ પ્રોપર્ટીમાં હોડીંગ્સ માટે પણ મંજુરી જરૂરી : ચીફ ઓફિસર.

મોરબી નગરપાલિકાની ટીમ દ્વારા તાજેતરમાં લાયસન્સ વિના વેપાર કરતા નોનવેજ વેપારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી હતી તો ગઇકાલે પાલિકાની ટીમ ચીફ ઓફિસરના માર્ગદર્શન હેઠળ ગેરકાયદેસર હોડીંગ્સ પર તબાહી બોલાવી હતી અને ગેરકાયદેસર હોડીંગ્સ હટાવવાની કામગીરી કરવામાં આવી હતી.
મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસર ગીરીશભાઈ સરૈયાના માર્ગદર્શન હેઠળ  પાલિકાની ટીમે ગેરકાયદે હોડીંગ્સ હટાવવાની કામગીરી કરી હતી જેમાં મોરબી શહેરના ગાંધીચોક, રવાપર રોડ, સામાકાંઠા, શનાળા રોડ સહિતના વિસ્તારમાં ૨૦ થી વધુ મંજુરી વિનાના હોડીંગ્સ તોડી હટાવવામાં આવ્યા હતા અને નિયમભંગ કરનાર સામે આગામી દિવસોમાં પણ કાર્યવાહી યથાવત રાખવાના સંકેત આપવામાં આવ્યા હતા
પ્રાઈવેટ પ્રોપર્ટી પર હોડીંગ માટે પણ મંજુરી જરૂરી
મોરબી નગરપાલિકા ટીમે આજે મંજુરી વિનાના હોડીંગ્સ હટાવવાની કામગીરી કરી હતી જે મામલે ચીફ ઓફિસર ગીરીશ સરૈયાએ જણાવ્યું હતું કે પ્રાઈવેટ પ્રોપર્ટી પર રહેલ હોડીંગ્સ માટે પણ પાલિકાની મંજુરી લેવી જરૂરી છે અને મંજુરી લેવાના નહિ આવે તો કાયદેસર કાર્યવાહી કરાશે તેમ પણ જણાવ્યું હતું.

(11:26 am IST)