Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ટી.વી. સિરિયલમાં બલરામનું પાત્ર ભજવતા જામનગરના બાળ કલાકારને વિશ્વકર્મા રત્ન એવોર્ડ

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા) ગોંડલ તા.૨૫: જામનગરમાં રહેતા ૭ વર્ષના કેવિન સોની જે હાલમાં સ્ટાર ભારત ચેનલ ની સિરિયલ 'હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલ કી'માં બલરામનો રોલ નિભાવી રહ્યો છે. તેને વિશ્વકર્મા રત્ન એવોર્ડ માં બેસ્ટ આઉટ સ્ટેન્ડિંગ ડ્રામાથી પ્રોત્સાહિત કરી સનમાનીત કરવામાં આવ્યો છે.

અમદાવાદની દીનદયાલ ઉપાધ્યાય ઓડિતોરિયમ હોલ માં તાજેતર મા વિશ્વકર્મા રત્ન એવોર્ડ ૨૦૨૧નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જામનગરના કેવિન કૌશલભાઈ સોનીને બેસ્ટ આઉટસ્ટેન્ડિંગ ડ્રામાથી સન્માંનીત કરવામાં આવ્યો છે.કેવિન ગોંડલના વેપારી મહામંડળના અગ્રણી નલીનભાઇ જડીયાનો ભાણેજ હોય ગોંડલ નુ કનેકશન ધરાવે છે.

ઉલ્લેખનીય છે કે કેવિન સોની દોઢ વર્ષની ઉમરેથી બાળ કલાકાર તરીકે કામની શરૂઆત કરી હતી અને તેને પ્રથમ હિન્દી ફિલ્મ બદમાશ રાવડીમાં બાળ કલાકાર તરીકે કામ કર્યું હતું.હાલ સ્ટાર ભારત ચેનલ પર પ્રસારીત' હાથી ઘોડા પાલકી જય કનૈયા લાલકી' માં બલરામ ના પાત્રને લઇને ઘરે ઘરમાં જાણીતો બન્યો છે.માત્ર સાત વર્ષના કેવીનની અદભુત અભિનય ક્ષમતા દર્શકોને મુગ્ધ કરી રહી છે.

(11:42 am IST)