Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

વડિયાની ભાગોળે અમરનગરની સરકારી પ્રાથમિક શાળામાં ચાર કોરોના પોઝિટિવ કેસ નોંધાતા વાલીઓ ચિંતામાં

અન્ય વિદ્યાર્થીઓમાં સંક્રમણના ફેલાય તે માટે સ્કૂલ બંધ કરવા આદેશ : શિક્ષણ અને આરોગ્ય વિભાગ હરકતમાં

(ભીખુભાઇ વોરા દ્વારા) વડિયા,તા. ૨૫: રાજકોટ જિલ્લાના વડિયા સરહદે આવેલા છેવાડાના ગામ એવા અમરનગર ની સરકારી પ્રાથમિક કુમાર શાળા માં એક વિદ્યાર્થીને કોરોના લક્ષણો જણાતા તેમનો આરોગ્ય વિભાગ દ્વારા ય્વ્ભ્ઘ્ય્ રિપોર્ટ કરતા તેમનો રિપોર્ટ પોઝિટિવ આવતા સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો અને શિક્ષકોના પણ રેપિડ અને ય્વ્ભ્ઘ્ય્ રિપોર્ટ કરતા અન્ય ત્રણ બીજા બાળકો પણ કોરોના પોઝિટિવ સામે આવતા આરોગ્ય વિભાગ અને શિક્ષણ વિભાગ દોડતું થયુ છે. જાણવા મળતી માહિતી મુજબ આ બાળકના પરિવારમાં પણ બે પોઝિટિવ કેસ નોંધાયાની ચર્ચા લોકોમાં જોવા મળી રહી છે. હાલ બાળકોમાં વધુ કોરોના સંક્ર્મણના ફેલાય તે માટે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા આઠ દિવસ સ્કૂલ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે ત્યારે અમરનગર જેવા છેવાડાના ગામમાં પ્રાથમિક શાળામાં એક સાથે ચાર કોરોના કેસ નોંધાતા વાલીઓમાં પણ ફફડાડ જોવા મળી રહ્યો છે. તો હજુ અનેક શાળાઓમાં બેદરકારી દાખવી કોરોના ગાઇડલાઇનનો ઉલાળીયો કરી જાણે કોરોના સંક્રમણને આમંત્રણ આપવામાં આવતું હોય તેવું લાગી રહ્યું છે. જોકે આ સંક્રમણ ગામડામાં વધે તો વાલીઓ પોતાના બાળકોને શાળાએ મોકલવા કે નહિ તે પણ નિર્ણંય લેવો ખુબ મુશ્કેલ હોય તેવું વાલીઓમાં જોવા મળી રહ્યું છે.

(11:43 am IST)