Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મોરબી જિલ્લામાં સુશાસન સપ્તાહ અંતર્ગત સંખ્યાબંધ કાર્યક્રમો અને ખાતમુહૂર્ત-લોકાર્પણો થશે.

ઉચ્ચ અધિકારીઓને આયોજન સંદર્ભે જરૂરી માર્ગદર્શન આપતા મોરબી જિલ્લા કલેકટર જે.બી. પટેલ

મોરબી :દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિતે સુશાસન સપ્તાહની ઉજવણી સમગ્ર રાજ્યમાં તા.૨૫/૧૨/૨૦૨૧ થી તા.૩૧/૧૨/૨૦૨૧ દરમ્યાન કરવામાં આવનાર છે. સુશાસન સપ્તાહની ઉજવણી અન્વયે મોરબી જિલ્લા કલેકટર જે.બી.પટેલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચ અધિકારીઓ સાથે કલેકટર કચેરી મીટીંગ હોલ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ બેઠકમાં કલેક્ટરે જુદા જુદા વિભાગના અધિકારીઓ પાસેથી સુશાસન સપ્તાહ ઉજવણી દરમ્યાન થયેલ આયોજન વિગતો મેળવી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે કોવિડ-૧૯ પ્રોટોકોલ મુજબ કાર્યક્રમોનું આયોજન કરવા તેમજ સ્ટેજ વ્યવસ્થા, લાભાર્થીઓને કોઈ મુશ્કેલ ન પડે તે રીતે વ્યવસ્થા કરવા ઉપરાંત પીવાના પાણીની મુશ્કેલી ના પડે તે જોવા જણાવ્યું હતું.
આ કાર્યક્રમ અંતર્ગત તા.૨૫-૧૨-૨૦૨૧ના રોજ વહીવટી સુધારણા અને તાલીમ પ્રભાગ વિભાગ, વિજ્ઞાન અને પ્રોદ્યોગિકી વિભાગ અને સરદાર પટેલ લોક પ્રશાસન સંસ્થા, તા.૨૬-૧૨-૨૦૨૧ના રોજ શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગ, તા.૨૭-૧૨-૨૦૨૧ના રોજ આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અને મહિલા અને બાળ વિકાસ વિભાગ, તા.૨૮-૧૨-૨૦૨૧ના રોજ કૃષિ, પશુપાલન પ્રભાગ તથા ગ્રામ વિકાસ વિભાગ, તા.૨૯-૧૨-૨૦૨૧ના રોજ સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ તથા આદિજાતી વિકાસ વિભાગ અને તા.૩૦-૧૨-૨૦૨૧ના રોજ શ્રમ અને રોજગાર વિભાગ તથા તા.૩૧-૧૨-૨૦૨૧ના રોજ પંચાયત અને ગ્રામ વિકાસ વિભાગના વિવિધ કાર્યક્રમો રાજ્ય અને જિલ્લાકક્ષાએ યોજાનાર છે. આ સપ્તાહ દરમ્યાન રાજ્યના મંત્રીઓ, પદાધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનોની હાજરીમાં કાર્યક્રમો યોજાશે તેમજ વિવિધ વિભાગના વિકાસના કામોનું ખાતમૂર્હત તથા લોકાર્પણ પણ કરવામાં આવશે.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી.પરાગ ભગદેવ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક મિતાબેન જોષી, મોરબી પ્રાંત અધિકારી ડી.એ. ઝાલા, ડી.વાય.એસ.પી. એમ.આઈ.પઠાણ સહિત સુશાસન સપ્તાહ ઉજવણીના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

(11:55 am IST)