Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

કોટડાસાંગાણીના રામપરા ગામે મજુરીના બાકી રૂપિયા માગતા ભરતભાઈ પર સળીયાથી હુમલો

રાજકોટ, તા. ૨૫:. કોટડાસાંગાણીના રામપરા નવાગામને મજુરીના બાકી રૂપિયાની ઉંઘરાણી કરતા આધેડ પર લોખંડના સળીયાથી હુમલો થયો હતો.
મળતી વિગતો મુજબ રામપરા નવાગામે રહેતા ભરતભાઈ લાલજીભાઈ પોરીયા ઉંપર તે જ ગામના વિક્રમ કાનજીભાઈ ગંભીરએ લોખંડના સળીયાથી હુમલો કરી મારી નાખવાની ધમકી આપી હતી. ઈજાગ્રસ્ત ભરતભાઈએ અગાઉં આરોપીની વાડીના મકાનમાં પ્લાસ્ટર કામ રાખેલ હોય તેના ૩૦૦૦ રૂા. બાકી નિકળતા હોય આ રૂપિયાની ઉંઘરાણી કરતા વિક્રમે ઉંશ્કેરાઈ જઈ હુમલો કર્યો હતો.
કોટડાસાંગાણી પોલીસે ઈજાગ્રસ્ત ભરતભાઈ પોરીયાની ફરીયાદ પરથી ગુન્હો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

 

(12:08 pm IST)