Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મોરબી એ ડીવીઝને પોલીસે રીઢા વાહન ચોરને ઝડપી લીધોઃ ૪ ચોરાઉ બાઇક કબ્જે

તસ્વીરમાં ચોરાઉ બાઇક અને તસ્કર નજરે પડે છે(તસ્વીરઃ પ્રવિણ વ્યાસઃ મોરબી)

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી, તા.૨૫: મોરબી એ ડીવીઝન પોલીસે રીઢા બાઇક ચોરને ઝડપી પાડી ચાર ચોરાઉ બાઇક કબ્જે કર્યા હતા.

મળતી માહિતી મુજબ મોરબી જીલ્લા પોલીસ વડા એસ આર ઓડેદરા તથા ડીવાયએસપી અતુલકુમાર બંસલના માર્ગદર્શન હેઠળ એ ડીવીઝન ઇન્ચાર્જ પી આઈ જે એમ આલની સુચનાથી પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હોય દરમિયાન સ્ટાફના આશીફભાઈ રાઉંમાં અને કુલદીપભાઈ સોલંકી સીસીટીવી રૂમમાં મોનીટરીંગ કરતા હોય દરમિયાન રેલ્વે સ્ટેશન નજીક એક ઇસમ શંકાસ્પદ હાલતમાં મોટર સાઈકલના લોક ખોલ બંધ કરતો હોય જેથી પોલીસ સ્ટાફ દોડીને તપાસ કરતા આરોપી નરેન્દ્ર જયંતીભાઈ પટેલ રહે-મોરબી ગ્રાફિટીક લેમિનેટ કારખાનામાં હરીપર મૂળ-ધાનજ ગાંધીનગર વાળો હોય અને તેની પાસે રહેલ એકટીવા જીજે ૩૬ એબી ૭૧૫૯ જેના કાગળો માગતા પોતાની પસે ન હોય જેથી મોબાઈલ પોકેટ કોપની મદદથી તે એકટીવા ચોરીનું હોવાની માહિતી મ અલ્તા આરોપી નરેન્દ્ર પટેલની અટક કરી વધુ પુછપરછ હાથ ધરવામાં આવતા તેને એક મોટર સાઈકલ છ મહિના પહેલા અમદાવાદ સોલા સિવિલ હોસ્પિટલમાંથી તથા અન્ય ત્રણ મોટર સાઈકલ મોરબીમાં અલગ અલગ સ્થળેથી ચોરેલ હોવાની કબુલાત આપતા પોલીસે આરોપી નરેન્દ્ર પટેલને સાથે રાખીને અલગ અલગ સ્થળની તપાસ કરતા ચાર મોટર સાઈકલ રીકવર કર્યા હતા અને આરોપી સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

આરોપી આગાઉ પણ કલોલ પોલીસ મથકમાં ૨૦૧૬-૨૦૧૭ ના વર્ષમાં સાત ચોરીના મોટર સાઈકલ સાથે પકડાયેલ હોવાનું પણ તપાસમાં બહાર આવ્યું હતું.

આ કામગીરીમાં પી આઈ જે એમ આલ, પીએસઆઈ એસ એમ રાણા, રામભાઈ મઢ, કિશોરભાઈ મિયાત્રા, સંજયભાઈ બાલાસરા, ભાનુભાઈ બાલાસરા, ચકુભાઈ કરોતરા, આસિફભાઈ ચાણકિયા, સમરથસિંહ ઝાલા, ભરતભાઈ હુંબલ, હસમુખભાઈ પરમાર, અરજણભાઈ ગરિયા, કોમલબેન મિયાત્રા, કુલદીપભાઈ સોલંકી અને કમલેશભાઈ રબારી સહિતની ટીમે કરેલ છે.

(12:31 pm IST)