Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

પોરબંદરની જુની જિલ્લા કલેકટર કચેરીનું રિનોવેશન પુર્ણ થતા ઇ-ધરા કેન્દ્ર સહિત વિભાગોની કામગીરી શરૂ કરવા રજુઆત

પોરબંદર તા. રપઃ જુની જીલ્લા કલેકટર કચેરીમાં રીનોવેશન કામ પૂર્ણ થયા બાદ ફકત સીટી મામલતદાર તેમજ સીટી તલાટી એમ બે જ ટેબલની કાર્યવાહી ચાલુ છે આ કચેરી વિશાળ છે જેમાં મામલતદાર કચેરીને લગત ઇ-ધારા કેન્દ્ર તેમજ ગ્રામ્ય સર્કલ ઓફીસરો તેમજ સબ રજીસ્ટ્રાર કચેરી તથા અન્ય લગત કચેરીઓ પ્રજા માટે તાત્કાલીક ચાલુ કરાવવા ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા મહેસુલ મંત્રીને રજુઆત કરી છે.

આ રજુઆતમાં જણાવેલ છે કે શહેર મધ્યે જુની જીલ્લા કલેકટર કચેરી બીલ્ડીંગનુ હાલમાં મોટા પ્રમાણમાં ખર્ચ કરી કમ્પ્લીટ રીનોવેશન કરવામાં આવેલ છે. પરંતુ આ બીલ્ડીંગમાં હાલ ફકત શહેર મામલતદાર તથા સીટી તલાટી પોરબંદરના એમ કુલ બે જ ટેબલો ચાલુ કરવામાં આવેલા છે જુની જીલ્લા કલેકટર કચેરીનું બીલ્ડીંગ જ મોટુ છેતેમજ શહેરની મધ્યમાં આવેલ છે તેમજ અતીશય સુવિધા જનક છે આ જીલ્લા કલેકટર કચેરીમાં ઇ-ધારા કેન્દ્ર પોરબંદર તથા સર્કલ ઓફીસરો તેમજ સબ રજીસ્ટ્રાર કચેરી તેમજ ડી.આઇ.એલ.આર. કચેરી તેમજ સીટી સર્વે કચેરીના તમામ ટેકલો રાખી તમામ સરકારી કામકાજ શરૂ કરી શકાય તેમ છે. આ બીલ્ડીંગમાં ઘણા બધા ઓફીસ રૂમો આવેલા છે.

આ તમામ કચેરીઓમાં દરરોજ પ્રજાના કામ માટે આવવુ જવાનું હોય છે તેમજ પ્રજાલક્ષી તમામ સરકારી કામકાજ થઇ શકે તેવી તમામ આ જુની કલેકટર કચેરી બીલ્ડીંગમાં ઉપર મુજબ સુવિધા રહેલી છે તમામ કચેરી તાત્કાલીક શરૂ કરવાથી શહેરના તેમજ ગ્રામ્ય વિસ્તારના તમામ પ્રજાજનોને સેવા સદન-૧ (૬ કી.મી.) સુધી જવા આવવાથી કાયમી છુટકારો મળે તેમ રજુઆતમાં જણાવેલ છે.

(12:32 pm IST)