Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

જુનાગઢમાં બે શખ્સોએ હોટેલમાં તોડફોડ મચાવી રૂ. પ૦ હજારની ખંડણી માંગી

ફરીયાદના પગલે તાલુકા પોલીસ દ્વારા તપાસ

(વિનુ જોષી દ્વારા) જુનાગઢ તા.રપ : જુનાગઢ તાલુકાના વિસ્તારની એક હોટેલમાં ગઇકાલે સાંજે બે શખ્સોએ તોડફોડ મચાવી રૂ.પ૦ હજારની ખંડણી માગતા સનસનાટી મચી ગઇ હતી.

આ બનાવની વિગતો એવી છે કે જુનાગઢ તાલુકાના ચોકી (સોરઠ) ગામ પાસે આવેલ રામભાઇ કવરલાલ બિષ્નોય ગુરૂકૃપા હોટેલ ખાતે ગઇકાલે સાંજના ૪ વાગ્યાના અરસામાં પોરબંદરનો જશ મકવાણા અને એક અજાણ્યો શખ્સ નંબર વગરની આઇ ર૦ દ્વારા આવ્યા હતા.

આ શખ્સોએ હોટેલમાં અને બોલેરા ે ગાડીમાં તલવાર વચ્ચે તોડફોડ મચાવી છે. રૂ. ૩પ હજારનું નુકશાન કર્યુ હતું.

તેમજ હોટેલ ચાલુ રાખવી હોય તો દર મહિને રૂ.પ૦ હજાર આપવા પડશેતેમ કહીને જાનથી મારી નાખવાની ધમકી આપીને બંને શખ્સો નાસી ગયા હોવાની ફરીયાદ થતા તાલુકા પી.એસ.આઇ. પી.વી.ધોકડીયાએ તપાસ હાથ ધરી છે.

(1:02 pm IST)