Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

મીઠાપુર કંપની પાસે ખાનગી બસમાં આગ ભભૂકી : આસપાસની દુકાનો પણ ઝપટે

ટાટા કંપનીના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા  :  દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એક ખાનગી બસમાં આગ લાગી છે ,મીઠાપુર કંપની પાસે એક બસમાં આગ લગતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો, ટાટા કંપનીના ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટના સ્થળ પર દોડી ગયા છે,બસમાં આગે મોટુ સ્વારૂપ ધારણ કરી લેતા આસપાસ ની દુકાનોમાં આગ પસરી હોવાનું આનુમાન છે,ફાયર વિભાગના કર્મચારી આગ પર કાબુ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો છે, આ ઘટનામાં કોઈ મોટી જાનહાનીના વિગતો સામે નથી 

(8:39 pm IST)