Gujarati News

Gujarati News

News of Saturday, 25th December 2021

ભુજના અનેક વિસ્તારોને માઈક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરાયા

સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ

ભુજ : જિલ્લામાં નોવેલ કોરોના વાયરસ કોવીડ-19માં સરકારની માર્ગદર્શિકા અનુસાર ભુજ તાલુકાના બળદિયા ગામે ઉપલાવાસમાં આવેલા ઘર નં.1 થી ઘર નં. 3 સુધી, એમ કુલ-3 (ત્રણ) ઘર તા. 27/12/2021 સુધી, ભુજ તાલુકાના સામત્રા ગામે પટેલવાસમાં બેંક ઓફ બરોડાવાળી શેરીમાં આવેલા ઘર નં.1 થી ઘર નં.4 સુધી, એમ કુલ-4 (ચાર) ઘર 27/12/2021 સુધી, ભુજ તાલુકાના માધાપર ગામે જુનાવાસમાં ઈન્દ્રાધામ સોસાયટીમાં આવેલા ઘર નં.

1 થી ઘર નં. 11 સુધી, એમ કુલ -11 (અગિયાર) ઘર તા.28/12/2021 સુધી, ભુજ તાલુકાના સામત્રા ગામે પટેલવાસમાં પટેલ સમાજવાડી પાસે આવેલા ઘર નં.1 થી ઘર નં. 3 સુધી, એમ કુલ-3 (ત્રણ) ઘર તા. 30/12/2021 સુધી, ભુજ તાલુકાના નારાણપર પસાયતી ગામે બાલા હનુમાનજી પાસે અવાડા વાળી શેરીમાં આવેલા ઘર નં.1 થી ઘર નં. 5 સુધી, એમ કુલ-5 (પાંચ) ઘર તા. 31/12/2021 સુધી, ભુજ શહેરમાં સંસ્કારનગરમાં પ્રસાદી પ્લોટમાં આવેલા ઘર નં.10/એ, 10/બી તેમજ ઘર નં.11/એ, એમ કુલ -3 (ત્રણ) ઘર તા. 01/01/2022 સુધી માઇક્રો કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરવામાં આવ્યા છે.

આ વિસ્તારમાં સરકારી ફરજ ઉપર સિવાયની તમામ પ્રકારની અવર-જવર પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવેલા છે. આ વિસ્તારના રહેવાસીઓને રાશન વિ. જીવન જરૂરિયાતની આવશ્યક ચીજવસ્તુઓ તંત્ર દ્વારા હોમડીલીવરીથી તેમના ઘરે પુરી પાડવામાં આવશે.

આ જાહેરનામાનો ભંગ કરનાર પર ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ કલમ 51 થી 58 તથા ભારતીય દંડ સંહિતાની કલમ 188ની જોગવાઇ મુજબ શિક્ષાપાત્ર ઠરશે તેવું ભુજ-કચ્છ મદદનીશ કલેક્ટર અને સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ અતિરાગ ચપલોત દ્વારા ફરમાવ્યો છે.

(1:06 am IST)