Gujarati News

Gujarati News

News of Tuesday, 26th October 2021

જામનગરમાં આરએસએસ દ્વારા વિરાટનગર પથ સંચાલન

૨૦૦ થી વધુ પૂર્ણ ગણવેશધારી સ્વયંસેવકો દ્વારા ઘોષ-બેન્ડના તાલે મુખ્ય માર્ગો પર પરિભ્રમણ : ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર,તા. ૨૬: જામનગર શહેરમાં રવિવારે સાંજે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા નગર પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં આર.એસ.એસ. ના સ્વયંસેવકો જપુર્ણ ગણવેશ ધારણ કરીને શહેર ના વિવિધ વિસ્તારોમાં ઘોષ (બેન્ડ) ના તળે પથ સંચાલન માં જોડાયા હતા જયારે શહેર ની વિવિધ ૨૯ થી વધુ સંસ્થાઓ દ્વારા સહહર ના માર્ગ પર ઠેર ઠેર ભગવા ધ્વજ પર પુષ્પવૃષ્ટિ કરવામાં આવી હતી

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ દ્વારા હિન્દુ સમાજને સંગઠિત કરવા માટેનું કાર્ય ચલાવવામાં આવી રહ્યું છે જેના ભાગરૂપે પથ સંચાલનનું આયોજન કરવામાં આવ્યું હતું ધન્વંતરિ ગ્રાઉન્ડથી પથ સંચાલનનો પ્રારંભ થયો હતો જેમાં આર.એસ.એસ.ના ૨૦૦થી વધુ સ્વયંસેવકો ગણવેશ માં ખાખી પેન્ટ, કાળિટોપી, સફેદ શર્ટ, પટ્ટો, તેમજ બુટ મોજા પહેરીને તેમજ હાથ માં દંડ (લાકડી )રાખીને ચાર ચારની કતાર માં પાઠ સંચાલન માં જોડાયા હતા

વિજયાદશમીના તહેવારને અનુલક્ષીને યોજાયેલા પથ સંચાલન નો ધન્વંતરિ મંદિર થી પ્રારંભ થયો હતો જયાં સૌપ્રથમ પ્રાર્થનાનું ગાયન કર્યા પછી સંચાલન નો પ્રારંભ કરાયો હતો જે ધન્વંતરિ ગ્રાઉન્ડથી પ્રારંભ થઈ સ્વામી વિવેકાનંદ સર્કલ, ગુરુ ગોવિંદસિંદ્ય હોસ્પિટલ, પંચમુખી હનુમાનજી મંદિર, જુળેલાલ મંદિર, રામમંદિર બેડી ગેઇટ, રાધાકૃષ્ણ મંદિર ટાઉનહોલ , ભીડભંજન મહાદેવ મંદિર, આંબેડકરજી ની પ્રતિમા (લાલ બાંગ્લા, વિનુ માંકડની પ્રતિમા, ગુરુદ્વારા હનુમાનજી મંદિર થઈ ધન્વંતરિ ગ્રાઉન્ડ માં પૂર્ણ થયું હતું જે પથ સંચાલન ના માર્ગ પર ઠેર ઠેર આર.એસ.એસ. સંલગ્ન જુદી જુદી સામાજિક અને સેવાકીય સંસ્થાઓ તેમજ નગર ના અગ્રણી વેપારીઓ મહિલા સંગઠન સહિતની જુદી જુદી સંસ્થાઓ દ્વારા ભગવા ધ્વજ પર પુષ્પ વૃષ્ટિ કરવામાં આવી હતી.

(12:42 pm IST)