Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

વાંકાનેર બીએપીએસ સત્સંગ મંડળ પૂ.મહંત સ્વામીના દર્શને

વાંકાનેર, તા.૨૫: પૂજય પ્રમુખ સ્વામી મહારાજનાં કૃપા પાત્ર આધ્યાત્મિક અનુગામી પૂજય મહંત સ્વામી મહારાજ હાલ ગોંડલ અક્ષર મંદિર ખાતે બિરાજમાન છે ત્યારે સૌરાષ્ટ્ર સહિત દેશ વિદેશનાં હરીભક્તો દર્શનાર્થે ઉંમટી રહ્યા છે. હરિભકતોનાં શુભ સંકલ્પો પૂર્ણ કરવા પૂજય મહંત સ્વામી મહારાજ સમીપ દર્શન લાભ આપી રહ્યા છે. ત્યારે ક્ષેત્ર અનુસાર સમયાંતરે ગામે ગામથી હરિભકતો આ લાભ લઈ રહ્યા છે. મોરબી ક્ષેત્રનાં ખંતીલા સંત નિર્દેશક હરિસ્મરણ સ્વામી તથા મંગલ પ્રકાશ સ્વામીની જહેમતથી મોરબી અને વાંકાનેરનાં હરિભક્તોને પણ સમીપ દર્શન લાભ પ્રા થયો હતો. ત્યારે વાંકાનેર બીએપીએસ સત્સંગ મંડળનાં હરિભક્તોએ પણ ગોંડલ ખાતે મહંત સ્વામીનાં પ્રાતઃ પૂજા દર્શન, મહાપૂજા, ભોજન દર્શન, સમીપ દર્શનનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. મહંત સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હોય અક્ષર મંદિર અને પ્રવેશદ્વારને રોશનીનાં ઝળહળાટથી સુશોભિત કરવામાં આવ્યા છે. વાંકાનેર સત્સંગ મંડળનાં તેજસ્વી યુવાન સુમિતભાઈ ત્રિવેદી દ્વારા સૂરીલાકંઠમાં કિર્તન રજૂ કરવામાં આવ્યાં હતાં. આ તકે વાંકાનેર સત્સંગ મંડળનાં અગ્રણી જયેશભાઈ રામાણી, હંસાબેન રામાણી, મહેન્દ્રભાઈ ત્રિવેદી, બાલકૃષ્ણભાઈ કાચા, અશોકભાઈ ચૌહાણ, યોગીભાઈ વ્યાસ સહિતનાં હરિભકતોએ બહોળી સંખ્યામાં સમીપ દર્શનનો લાભ લીધો હતો.

 

(11:08 am IST)