Gujarati News

Gujarati News

News of Thursday, 25th November 2021

કોલીથડ ગામે સહકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ : પુર્વ મંત્રી વલ્લભભાઇ પટેલની પ્રતિમાને શ્રધ્ધાસુમન

 ગોંડલ : રાજયના શ્રમ અને રોજગાર વિભાગના રાજયમંત્રી બ્રિજેશભાઇ મેરજાએ ગોંડલ તાલુકાના કોલીથડ ગામે રાજય સરકારની સહકારી યોજનાના લાભાર્થીઓને સહાય વિતરણ કર્યું હતું . અને પૂર્વ મંત્રી વલ્લભભાઈ પટેલની પ્રતિમાને શ્રદ્ધાસુમન પાઠવ્યા હતા .  કોલીથડ સહકારી મંડળી દ્વારા સભ્યો માટે અકસ્માત વીમો, આરોગ્ય સહાય, અંતિમ વિધિ કાર્યમાં સહાય સહિતની અનેક કલ્યાણકારી કામગીરી કરવામાં આવે છે . જેના અનુસંધાને મંત્રીના હસ્તે લાભાર્થી સભ્યોના પરિવારજનોને ચેક સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. મંત્રી બ્રિજેશભાઈ મેરજાએ કોલીથડ ગામે ભૂતપૂર્વ આરોગ્ય મંત્રી સ્વ વલ્લભભાઈ પોપટભાઈ પટેલની ૩૨જ્રાક પુણ્યતિથિ નિમિતે તેમની પ્રતિમાને પુષ્પાંજલિ પાઠવી તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતાં વલ્લભભાઈની જન્મભૂમિ અને સહકારી પ્રવૃતિઓની સરાહના કરતાં મંત્રી બ્રિજેશ મેરજાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની રાહબરી હેઠળ સરકાર ખેડૂતોના ઉંત્કર્ષ અને ઉંન્નતિ માટે કૃષિ અને સહકારી પ્રવૃશિઓના વિકાસ માટે સતતક કાર્યશીલ છે. મંત્રી મેરજાએ સ્વ. વલ્લભભાઈ પટેલ કૃષિ અને સહકારી ક્ષેત્રે પાયાના પથ્થર તરીકેની ભૂમિકાને વાગોળતા જણાવ્યું હતું કે તેઓ સહકાર ક્ષેત્રમા છોટે સરદાર તરીકે જાણીતા હતા. હાલની અગ્રણી સહકારી સંસ્થાઓ નાફેડ, ઇફૂકો પ્રીપકો, ગુજકોમાસોલ સહિતની સહકારી સંસ્થાઓના કાર્યક્ષેત્રમાં તેઓની અગ્રીમ ભૂમિકા રહેલી છે. વલ્લભભાઈ માત્ર ખેડૂતો જ નહિ પરંતુ સર્વે સમાજને સાથે રાખીને લોકોના કલ્યાણ માટે કામગીરી કરવાની ભાવના ધરાવતા હતાં મંત્રી બ્રિજેશભાઈએ સ્વ. વલ્લભભાઈ સાથે ગાળેલી અંગત ક્ષણોની યાદગીરી વાગોળતા જણાવ્યું હતું કે , દસ વર્ષ જેટલા વિશાળ સમયગાળામાં તેઓની કાર્ય પ્રત્યે પગ, નિષ્ઠા, પ્રામાણિકતા સંબંધો સાચવવાની કળા સૌને સાથે રાખવાના પ્રેરણાત્મક ગુણી સહિતનો અનુભવ તેમની પાસેથી મળ્યો છે જેણે મારી કારકિર્દીમાં ખુબ અગત્યનો ભાગ ભજવ્યો હોવાનું આ તકે કૃત્તજ્ઞ ભાવ વ્યકત કરતા જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં કોલીથડ સહકારી મંડળીના પ્રમુખ રમેશભાઇ સાવલીયા, જિલ્લા પંચાયત સદસ્ય સહદેવસિંહ જાડેજા, તાલુકા પંચાયત પ્રમુખ ભાર્ગવભાઈ અંદીપરા, સભ્યો, અગ્રણીઓ જયોતિરાદિત્ય સિંહ જાડેજા, અલ્પેશભાઈ ઢોલરીયા તેમજ ગામના આગેવાનો ઉંપસ્થિત રહ્યા હતા.

 

(11:09 am IST)