Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

જામનગર ન.પ્રા.શિ.સ. સંચાલિત શાળાના વિદ્યાર્થીઓને અકસ્‍માતમાં બચાવની તાલીમ અપાઇ

 જામનગર :  મહાનગરપાલિકા કમિશનર વિજય કુમાર ખરાડી, નાયબ કમિશનર  ભાવેશભાઈ જાની, તથા ચીફ ફાયર ઓફિસર કે.કે. બિશ્‍નોઇના માર્ગદર્શન મુજબ શહેરમાં વિવિધ સંસ્‍થાઓ- શાળામા  ફાયર શાખા દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે. તાજેતરમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં બાળકોને ફાયર શાખાના સ્‍ટાફે અકસ્‍માતમાં બચાવ કેવી રીતે કરવો? તે સહિતની તાલીમ આપી હતી.  મહાનગરપાલિકાની ફાયર શાખાના ડેપ્‍યુટી ચીફ ફાયર ઓફિસર  સી. એસ. પાંડિયન ના આયોજન અંતર્ગત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નંબર ૧૪ ખેતા ભગત પ્રાથમિક શાળા સુભાષ માર્કેટ ખાતે ધોરણ ૧ થી ૮ ના વિદ્યાર્થીઓને  અકસ્‍માતના સમયમાં અનિવાર્ય સંજોગોમાં ફાયર બોટલ નો ઉપયોગ કરી કેવી રીતે? તાત્‍કાલિક અસરથી જીવ બચાવી શકાય તે સહિતની તાલીમ શાળા નંબર ૧૪ ખાતે વિદ્યાર્થીઓને આપવામાં આવી હતીઆ સમગ્ર કામગીરી  મહાનગરપાલિકાના ફાયર શાખાના સ્‍ટાફે કરી હતી.(તસ્‍વીર-અહેવાલ : મુકુંદ બદિયાણી જામનગર)

 

(10:29 am IST)