Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ઉનામાં આર્મી જવાનો દ્વારા ફલેગ માર્ચ

ઉના : આગામી તા. ૧ ડીસેમ્‍બર ગુરૂવારે ઉના વિધાનસભા ૯૩ની બેઠકની ચૂંટણીનું મતદાન યોજવાનું છે. અને મતદાન શાંતી પૂર્વક, સલામત રીતે અને નિર્ભય રીતે કરી શકે તે માટે આરપીએસએફ  (અર્ધા લશ્‍કરી દળ)નાં જવાનોની ટુકડી એ ફુટ ફલેગ માર્ચ પોલીસ સ્‍ટેશન, ટાવર ચોક, મુખ્‍ય બજાર, કોર્ટ વિસ્‍તાર, લુહાર ચોક, માણેક ચોક, વડલી ચોક, બસ સ્‍ટેશન, ત્રિકોણ બાગ સહિત વિવિધ વિસ્‍તારોમાં સ્‍થાનીક પોલીસ ને સાથે રાખી કરી શાંતીનો સંદેશો આપેલ હતો. ફલેગ માર્ચ યોજાઇ તે તસ્‍વીર. (તસ્‍વીર : નવીન જોષી ઉના)

(11:19 am IST)