Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

પોરબંદર : ગેરકાયદે ખનનના ગુનામાં પકડાયેલ આરોપીના જામીન મંજુર

પોરબંદર,તા. ૨૬ : ગેરકાયદેસર રીતે ૪૩૫૩૦.૭૬ મેટ્રીક ટન બિલ્‍ડીંગ મટીરીયલ લાઇમ સ્‍ટોનનાં ગેરકાયદેસર ખનનના ગુન્‍હામાં આરોપીના જામીન મંજૂર કરવાનો કોર્ટે હુકમ કર્યો હતો.

અત્રે પ્રાપ્‍ત માહિતી મુજબ ભૂસ્‍તર શાષાની કચેરી પોરબંદરના લોયલ્‍ટી ઇન્‍સ્‍પેકટર ભાવેશ કુમાર વાસુવેદ મીયાણી મરીન પોલીસ સ્‍ટેશનમાં તારીખ ૮/૧/૨૦૨૨ના રોજ ફોજદારી તથા માઇન્‍સ એન્‍ડ મીનરલ્‍ઝના કાયદા મુજબ લેખીતમાં ફરીયાદમાં આપેલ કે, રાતડી ગામે ખાણ  વિસ્‍તારમાં પોતાની માલીકીના અલગ અલગ સર્વે નંબરની જમીનમાં ચકરડી મશીન -૧૦, ટ્રક-૨, ટ્રેકટર-૪ તથા લોડર -૨ થી ગેરકાયદેસર રીતે ૪૩૫૩૦.૭૬ મેટ્રીક ટન બિલ્‍ડીંગ લાઇમ સ્‍ટોન ખનીજનું બીનઅધિકૃત રીતે ખનન (ચોરી) કરી સમાધાન દંડની રકમ રૂા. ૨,૧૯,૮૯,૫૦૩.૦૪ નહી ભરપાઇ કરી ગુન્‍હો કરવામાં એકબીજાને મદદ કર્યા અંગે ફરીયાદ આપેલ હતી.

આ ફરીયાદના આધારે તપાસ કરનાર પોલીસ અધિકારીશ્રી એ આરોપી વેજાભાઇ કાનાભાઇ ઓડેદરા, રહે. દેગામ વાળાને અટક કરી પોરબંદરના એડીશનલ ચિફ જયુડી. મેજી.ની કોર્ટમાં રજુ કરતાં આરોપી પક્ષે તેઓના વકીલ હાજર થયેલા અને જામીન અરજી મુકવામાં આવેલી

કોર્ટે બંને પક્ષે વકીલોની સાંભળ્‍યા બાદ અદાલતે આરોપી વેજાભાઇને રૂા. ૧૫૦૦૦ના જામીન તથા જરૂરી શરતોનો પાલન કરીએ થી જામની ઉપર મુકત કરવાનો હુકમ કરેલ હતો.

આ કામમાં આરોપી વતી જે.પી.ગોહેલની ઓફિસર તરફથી એડવોકેટ એમ.જી.શિંગરખીયા, એમ.ડી.જુંગી, એન.જી.જોષી, વી.જી.પરમાર, પી.બી.પરમાર, રાહુલ એમ.શિંગરખીયા, જિગ્નેશ ચાવડા, મયુર સાવનીયા વિગેરે રોકાયેલા હતા.

(11:20 am IST)