Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

પોરબંદરમાં કોરોનાના કાળમાં બંધ કરાયેલી રેલ્‍વે સુવિધાઓ પુનઃ ચાલુ કરવા માંગણી

પોરબંદર-રાજકોટ વાયા જામનગર બંધ લોકલ ટ્રેઇન ઉપરાંત અગાઉ બંધ થયેલ કીર્તિ એકસપ્રેસ તથા મંજુર થયેલી હરીદ્વાર ટ્રેઇનો શરૂ કરવા દાદ મળતી નથી

(હેમેન્‍દ્રકુમાર પારેખ દ્વારા) પોરબંદર,તા.૨૫: કેટલીક મંજુર થયેલ છે જે રેલ્‍વે સુવિધા કાર્યરત હતી કોરોના  કારણે બંધ કરી દેવાયેલ છે. પોરબંદરથી ઉપડતી- આવતી ટ્રેનનું નામ રાષ્‍ટ્રઁિપતા પૂ. મહાત્‍મા ગાંધીજીની સાથે તેમજ ભકત સુદામા સાથે જોડી દોડાવવા રજુઆત થયેલ છે. જેમા ભાવનગર ડીવીઝન દ્વારા ડીઆરના યુ.સી.સી દ્વારા કરાયેલ દરખાસ્‍ત કરાયેલ મીટીંગમાં લેવાયેલ સર્વાનુમતે મંજુર પણ કરાયેલ પોરબંદર-અમદાવાદ પોરબંદર ફાસ્‍ટ પેસેન્‍જર ટ્રેન જે ખાસ કરીને અમદાવાદ સારવાર માટે અપડાઉન કરતા દર્દીઓના સહારો લાભ મળે તે માટે દોડાવવા દરખાસ્‍ત કરેલ જે મંજુર થયેલ. પરંતુ પોરબંદર-અમદાવાદ-પોરબંદર ટ્રેન શરૂ કરવામાં રેલ્‍વે બોર્ડના ગત્તકડા રહ્યા છે.

જ્‍યારે અગાઉ મીટીરગેજ ટ્રેક પર દોડતી પોરબંદર-વાયા -રાજકોટ વાયા સુરેન્‍દ્રનગર, વિરમગામ, મહેસાણા, પોરબંદર ગાડીનંબર ૩૬ અપ અને ૩૫ ડાઉન કિર્તી એકસપ્રેસ બંધ કરી દેવાયેલ છે. તે ટ્રેન પુનઃશરૂ કરવા અથવા પોરબંદર-સરોઇલા- દિલ્‍હી) પોરબંદર એકસપ્રેસ ટ્રેનનું નામ કિર્તી એકસપ્રેસ આપવા અવારનવાર માંગણી કરાયેલ. આ ઉપરાંત  પોરબંદર-ઓખા-દ્વારકા-ઓખા-દ્વારકા-જામનગર-રાજકોટ-સુરેન્‍દ્રનગર-વિરમગામ-મહેસાણા-દિલ્‍હી-હરદ્વાર-દેહરાદુન-પોરબંદર જે ટુકાનાથી તેની ઓળખ તે ટ્રેન પોરબંદર મેન્‍ટેશન થઇ પરત જતી તે ટ્રેનને પોરબંદર-દહેરાદુન -પોરબંદર એકસપ્રેસ તરીકે મંજુર કરવામાં આવેલ અને પોરબંદરથી બુકીંગ શરૂ કરાયેલ રાજય કક્ષાએ રેલ્‍વે મંત્રીશ્રી નારણભાઇ રાઠવાએ સત્તાવાર જાહેરત કરેલ તેના બદલે ઓચિંતુ બુકીંગ બંધ કરી દેવામાં આવેલ.હેડ ઓફિસ ચર્ચાઓ દ્વારા ટ્રેન શરૂ કરવા દેવામાં આવેલ નહી. મેન્‍ટેશન્‍શ માટે આવતી આ ટ્રેન પણ બંધ કરી દેવામં આવેલ હાલ ઓખા-દહેરાદુન-ઓખા વચ્‍ચે દોડે છે. જે સંબંધી સતત પત્ર વહેવાર થયેલ અને પોરબંદર-રાજકોટ- વિરમગામ-અમદાવાદ-દિલ્‍હી-હરિદ્વાર-દહેરાદુન પોરબંદર શરૂ કરવા રેલ્‍વે મંત્રાલાયે જણાવેલ

રેલ્‍વે કોચ તેમજ હરિદ્વાર સ્‍ટેશન પર પ્‍લેટફોર્મ કીકવન્‍સી વધતા આ ટ્રેન શરૂકરવામાં આવશે. પોરબંદરની માંગણી (સંતોષ જશે) કોચની પણ ઉપલબ્‍ધી થઇ ગયેલ હરિદ્વાર પ્‍લેટ ફોર્મની ફીકવન્‍સી પણ વધી ગયેલ છે. હજુ સુધી આ ટ્રેન શરૂ કરાયેલ નથી રેલ્‍વે મંત્રાલય ન્‍યુ દિલ્‍હીની ફાઇલમાં આ ટ્રેન દોડે છે. પરંતુ વહેવારમાં નથી. જો ટ્રેન કાર્યરત શરૂ કરાય તો ટ્રેનનુ નામ શ્રીકૃષ્‍ણ-સુદામાનું નામ જોડી ‘‘શ્રીકૃષ્‍ણ-સુદામા-એકસપ્રેસ'' આપવા અથવા ‘‘ સુદામા એકસપ્રેસ '' આપવા માંગણી કરાયેલ છે. તે પણ ધ્‍યાન અપાયેલ નથી બંન્ને સાંસદો આ હકીકત વાકેફ છે.

એક સમયે વિરમગામ મુંબઇ સેન્‍ટ્રલ વિરમગામ જ.સૌરાષ્‍ટ્ર જનતા એકસપ્રેસ દોડતી અને એમ.જી ટ્રેકપર તેના કનેકશન થાને લીંકમાં ઓખા-વિરમગામ ઓખા સૌરાષ્‍ટ્ર એકસપ્રેસ એમ.જી. ટ્રેક પર દોડતી એમ.જી.ટ્રેકનુ પરિવર્તન થતા બ્રોણેજમાં રૂપાતંર થતા વિરમગામના તેની રીકવન્‍સી વધારી હાપા સુધી લંબાવવામાં આવી. એટલે કે સૌરાષ્‍ટ્ર જનતા એકસપ્રેસ હાપા વિરમગામ હાપા સુધી રીકવન્‍સી લંબાવવામાં આવી સને-૧૯૮૫-૮૬ માં ગેજ પરિવર્તન થતા. પોરબંદર વાંચાજાલીયા-જામનગર -હાપા- રાજકોટ-સુરેન્‍દ્રનગર-વિરમગામ-પોરબંદર જોડાય ગયેલ ત્‍યારે પોરબંદર ચેમ્‍બસ ઓફ કોર્મસ દ્વારા હાપા-મુંબઇ સેન્‍ટ્રલ-હાપા સૌરાષ્‍ટ્રજનતા એકસપ્રેસની  ફીકવન્‍સી પોરબંદર સુધી લંબાવવા રાષ્‍ટ્રપિતા પૂ.મહાત્‍મા ગાંધીજીની રાહે અહિંસક લડત પોરબંદર ચેમ્‍બર ઓફ કોર્મસ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રીઝ દ્વારા કરાયો લાંબો પત્ર વહેવારના અંતે હાપા-મુંબઇ સેન્‍ટ્રેલ-હાપા મુ ટર્મીનેટ થતી સૌરાષ્‍ટ્ર જનતાને પોરબંદર સુધી લંબાવવા લીલીઝંડી  મળી ગયેલ અને રીઝવેશન બુકીંગ શરૂ કરી દેવામાં આવેલ. કોઇપણ કારણસર રાજકીય  ડખ્‍ખલગીરી અને એકાએક સૌરાષ્‍ટ્ર જનતા એકસપ્રેસનું બુકીંગ બંધ કરી દેવામાં આવેલ. હજુ સુધી સત્‍ય બહાર આવેલ નથી. વિકલ્‍પ વ્‍યવસ્‍થા આપેલ નથી.

હાલ સૌરાષ્‍ટ્ર જનતા એકસપ્રેસ મુંબઇ સેન્‍ટ્રલના બદલે બાંદરા(મુંબઇ) ટર્મીનેટ થાય છે. અને જામનગર-બાંદ્રા(મુંબઇ) જામનગર વચ્‍ચે દોડે છે. મોટો અન્‍યાય પોરબંદરને થયેલ છે. વેરાવલને આપવામા આવેલ સૌરાષ્‍ટ્ર મેલ પણ લીંકઅપમાં વેરાવળ -મુંબઇ સેન્‍ટ્રલ મુંબઇ વચ્‍ચે દોડાવાય છે. પોરબંદરને થતો અન્‍યાય આ બંને સાંસદો કેમ સહન કરી લ્‍યે છે.!

મોટો અન્‍યાય પોરબંદર હાવરા-પોરબંદર સુપરફાસ્‍ટ એકસપ્રેસ ફીંકવન્‍સી કાર્યકાળમાં અઠવાડીયામાં ત્રણ દિવસ રવિવાર અને બુધવાર-ગુરૂવાર દોડાવવામાં આવતી. તેના બદલે અઠવાડીયામાં બે દિવસની ફીકવન્‍સી પોરબંદરની રહી. જ્‍યારે રવિવારની ફીકવન્‍સી દ્વારા કોઇપણ જાતની પૂર્વ જાણ વગર ઓખા ફેરવી નાખી અને ઓખા હાવરા ઓખા સુપર ફાસ્‍ટ તરીકે દોડાવે છે. પ્રથમ રેલ્‍વે મંત્રાલય બોર્ડે રવિવારે પોરબંદરથી ઉપડતી પોરબંદર હાવરા સુપર ફાસ્‍ટ પોરબંદરને લીંકઅપ કરવામાં આવેલ.

ત્રણ કોચ હાવરાના હાપાલઇ જવામાં આવતા ત્‍યા ઓખા-હાવરા-ઓખા કોચ લીંકઅપ કરવામાં આવતા. ે નિયમ વિરૂધ્‍ધ છે. (અરુણો ચડી ) ભાવનગર ડીવીઝનના જવાબદાર ડી.આર. યુ.સી.સી.સભ્‍ય વિરોધ  ન દર્શાવ્‍યો અને મૌન રહ્યા તેમજ સાંસદ પણ પોતાની ફરજ જવાબદારી નિભાવવામાં નિષ્‍ફળ રહ્યા. હજુ સુધી લોક સભાના સાંસદ કે રાજ્‍ય સભાના સાંસદ આ અન્‍યાય દુર કરી શકયા નથી .

(11:55 am IST)