Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

ભાવનગરમાં પ્‍લાસ્‍ટિકના ગોડાઉનમાં વિકરાળ આગ

ફાયર વિભાગે અઢી લાખ લીટરથી વધુ પાણીનો છંટકાવ કરી આગ બુઝાવી

ભાવનગર તા.૨૫ : એરપોર્ટથી નવા બંદર તરફ જવાના રોડ પર આવેલ મનજીભાઈ કાંબડની માલિકીની વાડીમાં ભાડુઆત લક્ષ્યભાઈ રસિકભાઈ શાહના કબજા અને ભોગવટાના પ્‍લાસ્‍ટિકના ગોડાઉનમાં  વહેલી સવારે ૫.૪૫ કલાકે કોઈ કારણોસર આગ લાગી હતી. ગોડાઉનમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્‍વરૂપ ધારણ કરી લીધું હતું અને ગોડાઉનની ખુલ્લી જગ્‍યામાં પણ આગ -સરી જતા ગોડાઉનમાં રાખેલ તાડપતરી, સલાખા, પ્‍લાસ્‍ટિક વેસ્‍ટ સહિતનો સામાન આગની લપેટમાં આવી ગયો હતો. આ બનાવ અંગેની જાણ થતાં ફાયર બ્રિગેડ કાફલો બનાવ સ્‍થળે દોડી ગયો હતો અને ૧૩ જેટલા ફાયર ફાઈટર, ખાનગી ટેન્‍કરો મળી અંદાજે અઢી લાખ લીટરથી વધુ પાણીનો છંટકાવ કરી છ કલાકની જહેમત બાદ આગને કાબૂમાં લીધી હતી.

(11:32 am IST)