Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

પોરબંદરમાં સી.આર.પાટીલ આવતીકાલે બાબુભાઇના સમર્થનમાં જાહેર સભા ગજાવશે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર તા. ર૬ : ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે પોરબંદર આવી રહ્યા છે.

તેઓ વિધાનસભાની ચુંટણી માટે ભાજપના પ્રચાર માટે સાંજે ચોપાટી પાસે જાહેર સભાને સંબોધન કરશે.

ગુજરાત ભાજપ પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલ આવતીકાલે રવિવારે તા.ર૭મીએસાંજે પ વાગ્‍યે ચોપાટી પાસે પાર્ટીપ્‍લોટ ખાતે પોરબંદર વિધાનસભા બેઠકના ભાજપના ઉમેદવાર બાબુભાઇ બોખીરીયાના સમર્થનમાં જાહેર સભાને ગજાવશે.

(1:16 pm IST)