Gujarati News

Gujarati News

News of Saturday, 26th November 2022

કેશોદમાં મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલનો ભવ્ય રોડ શો યોજાયો

(સંજય દેવાણી દ્વારા) કેશોદ : કેશોદ વિધાનસભા મત વિસ્તારના ભાજપના ઉમેદવાર દેવાભાઈ માલમના સમર્થનમાં ચુંટણી પ્રચાર માટે ગઈકાલે સાંજે કેશોદ આવી પહોંચેલ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ શો શહેરના ચારચોકથી માંગરોળ રોડ પર આવેલ ઉમેદવારના ચુંટણી કાર્યાલય સુધી યોજવામાં આવેલ જેમાં મુખ્યમંત્રીઍ લોકોનું અભિવાદન ઝીલેલ હતુ . રોડ શો દરમ્યાન મુખ્યમંત્રી પટેલે  ડૉ.આંબેડકર અને સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને ફુલહાર કરેલ હતા. તેમના આ રોડ શોમાં  ભાજપ કાર્યકરો આગેવાનો અને શહેરીજનો બહોળી સંખ્યામાં જોડાયા હતા. મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે તેમના વકતવ્યમાં જણાવેલ કે વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના સ્વપ્ન મુજબ ભાજપને વિક્રમજનક વિજય અપાવવા  વિકાસની સરકારને આગળ ધપાવવા જરૃરી છે.(તસ્વીર-અહેવાલ : સંજય દેવાણી - કેશોદ)

(1:18 pm IST)