Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ફલ્લાની ડેલ્‍ટા સ્‍કૂલનો વિદ્યાર્થી રાજ્‍ય કક્ષાએ ઝળક્‍યો

ફલ્લા,તા.૨૫ : તાજેતરમાં મધ્‍યપ્રદેશના પન્‍ના ખાતે રમાયેલ ૨૫ મી નેશનલ યુથ વોલીબોલ ગેમની ફાઇનલમાં ફલ્લા(સોયલા) નજીક આવેલ ડેલ્‍ટા સ્‍કૂલનો વિદ્યાર્થી વકાતર વીરમ નારણભાઇ અને તેની ટીમે હરીયાણા ટીમને હરાવી પ્રથમવાર ગુજરાતની ટીમે ગોલ્‍ડમેડલ જીતીને સમસ્‍ત ગુજરાત રાજ્‍ય, શાળા, પરિવારનું ગૌરવ વધારેલ છે. ડેલ્‍ટા સ્‍કૂલના વિદ્યાર્થીએ સખત મહેનત કરી રાજ્‍ય કક્ષાએ જે સિધ્‍ધ મેળવેલ તે બદલ શાળા મેનેજમેન્‍ટે તેમને અભિનંદન પાઠવીને સન્‍માન કરેલ હતું. (તસ્‍વીર-મુકેશ વરિયા, ફલ્લા) 

(1:53 pm IST)