Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ટેબ્‍લો નિર્દેશનમાં જામનગર - ધ્રોલની પીજીવીસીએલની ટીમે પ્રથમ નંબર મેળવ્‍યો

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર તા. ૨૭ : ૭૪ ગણતંત્ર દિવસ જિલ્લા કક્ષાના કાર્યક્રમ ના રોજ ભૂચર મોરી મેદાનના ધ્રોલ ગામમાં યોજાયેલ ઉજવણી દરમિયાન પીજીવીસીએલ ટીમ જામનગર દ્વારા ‘ટેબલો' નિર્દેશનમાં ભાગ લીધેલ જેમાં વીજ અકસ્‍માત નિવારણ તથા વીજ સલામતી અંગે માર્ગદર્શન પ્રજાને સંદેશો પહોંચાડેલ છે.

જેમાં પ્રજાને રોજિંદા જીવનમાં સેફટી અંગે ધ્‍યાન રાખવા જેવી બાબતો જેવી કે, પતંગ ઉડાવતી વખતે, મકાન ચણતી વખતે, કપડા સુકવવા દરમિયાન જેવી બાબતો દરમિયાન સેફટી અંગેની માર્ગદર્શિકા પ્રજાને પહોંચાડેલ છે. જેમાં પીજીવીસીએલ ટીમ જામનગર દ્વારા પ્રથમ સ્‍થાન મેળવેલ છે. કેબિનેટ મંત્રી શ્રી મુળુભાઈ બેરા દ્વારા આ કાર્યક્રમ હેઠળ પ્રથમ સ્‍થાન આપેલ અને લોકોનું હૃદય પણ ‘ટેબલો' દ્વારા જીતી લીધું છે. આ કાર્યક્રમ માં પીજીવીસીએલ જામનગર તેમજ ધ્રોલના અધીકારી અને કર્મચારીઓની જહેમતથી થયેલ છે. પીજીવીસીએલ ટીમ જામનગર માટે આ ગૌરવની ક્ષણ છે.

(12:22 pm IST)