Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

વેરાવળ સોમનાથમાં ધાર્મિક આસ્‍થા સાથે મહાબીજ ઉજવાઇ

વેરાવળ સોમનાથ તા. ૨૭ : વેરાવળ સોમનાથ વિસ્‍તારમાં ધાર્મિક આસ્‍થા સાથે ઉજવાતો મહાબીજના તહેવારમાં અનેક વિસ્‍તારોમાં માલપુવાનો પ્રસાદ બનાવવામાં આવે અને તે હજારો પરીવારોને આપવામાં આવે છે.

વેરાવળ નાના મોટા નવા કોળી વાડા, ખારવા સમાજ તેમજ સોમનાથ પ્રભાસપાટણ સહીત શહેર તથા ગ્રામ્‍ય વિસ્‍તારોમાં મહાબીજના ઉત્‍સવની ઉજવણી કરવામાં આવે છે. તેમાં માલપુવા બનાવવામાં આવે છે. દસ ટન જેટલા માલપુવા ઘી ગોળ ઘઉંનો લોટ સહીતની સામગ્રીઓ તેમાં નાખવામાં આવે છે. તે બંને વિસ્‍તારોમાં હજારો પરીવારોને પ્રસાદી તરીકે આપવામાં આવે છે. વર્ષોથી ઉજવાતો મહાબીજના ઉત્‍સવમાં ધાર્મિક આસ્‍થા સાથે પરીવારો જોડાય છે. વર્ષોની પરંપરા આ વિસ્‍તારમાં ચાલી આવે છે. પ્રસાદ તરીકે માલપુવાનું ખુબ જ મહત્‍વ આ વિસ્‍તારમાં છે.

(1:51 pm IST)