Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

કચ્‍છના ઘડુલી ગામ પાસે પુલિયાના ડાયવર્ઝનમાં બાઇક ખાબકતા યુવાનનું મોત

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : સરકારી કામ દરમ્‍યાન અનેક જગ્‍યાએ દેખાતી કોન્‍ટ્રાકટરની બેદરકારી સામે તંત્રના આંખમીંચામણાં અકસ્‍માત નોતરે છે. કચ્‍છના લખપત તા.ના ઘડુલી ગામ પાસે પણ આવા જ એક સરકારી કામમાં યુવાનનો ભોગ લેવાયો હતો.

ઘડુલી અને વિરાણી ગામ વચ્‍ચે ચાલતા રસ્‍તાના કામમાં પુલિયા પાસે બનાવાયેલા ડાયવર્ઝન માં આડસ કે કોઈ સૂચના ન મૂકાતા બાઈક ચાલક તેમાં ખાબક્‍યો હતો. આ બનાવમાં બાઈક ચાલક ૨૬ વર્ષીય યુવાન દિલીપસિંહ રાણાજી જાડેજા ગામ સાંયરાનું કરૂણ મોત નિપજયું હતું. મૃતકના પરિવારજનોએ રસ્‍તાના કામમાં કોન્‍ટ્રાકટર ની બેદરકારી નો આક્ષેપ મૂકી કામ કરનાર એમ.કે.સી. કંપની વિરૂદ્ધ દયાપર પોલીસમાં ફરિયાદ લખાવી છે.

(12:06 pm IST)