Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

એસ.વી.દોશી ગર્લ્‍સ હાઇસ્‍કુલ સાવરકુંડલામાં ૭૪માં પ્રજાસત્તાક પર્વની શાનદાર ઉજવણી

(દીપક પાંધી દ્વારા) સાવરકુંડલા,તા.૨૭ :  નૂતન કેળવણી મંડળ સંચાલિત શ્રી એસ.વી.દોશી ગર્લ્‍સ હાઇસ્‍કુલ અને શ્રી એ.કે.ઘેલાણી ગર્લ્‍સ હાયર સેકન્‍ડરી સાવરકુંડલામાં પ્રજાસત્તાક પર્વ ની રંગે ચંગે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.

 શાળામાં અનેરા ઉત્‍સાહ સાથે શાળાની દિકરીઓ દ્વારા દેશભક્‍તિનાં ગીતો ઉપરની કળતિઓ, દેશભક્‍તિ ગીતો , સ્‍પીચ તેમજ  શાળાની તમામ દિકરીઓ  Republic day અક્ષરમાં ગોઠવાઈ જઈને ,ત્રિરંગો લહેરાવી અનોખી અને અજોડ કળતિઓ રજુ કરી બધાને મંત્રમુગ્‍ધ કરી દીધા હતા.

 શાળાનાં ઉત્‍સાહી પ્રિન્‍સિપાલ  વર્ષાબેન નરેન્‍દ્રભાઈ ખખ્‍ખરે સવારે આઠ કલાકે ત્રિરંગો લહેરાવી ,રાષ્‍ટ્ર ધ્‍વજ ને વંદન કરી સલામી આપેલ. આચાર્યનાં વરદહસ્‍તે ધ્‍વજવંદન થયા બાદ તેઓએ પ્રસંગને અનુરૂપ ખૂબ સુંદર વક્‍તવ્‍ય રજુ કરેલ.

 નૂતન કેળવણી મંડળનાં ટ્રસ્‍ટી  જાબિરભાઈ ચૌહાણ, નૂતન કેળવણી મંડળનાં કારોબારી સભ્‍ય મંજુલાબેન સાદિયા,  નૂ.કે. મંડળનાં સભ્‍ય  સાદિયાભા, એન.એસ.યુ.આઈ.નાં ગુજરાત પ્રદેશ ઉપપ્રમુખ  કેતનભાઈ ખુમાણ, એન.એસ.યુ.આઈ . અમરેલી પ્રમુખ સાહિલભાઈ શેખ,વન પ્રકળતિ ચેરીટેબલ ટ્રસ્‍ટનાં પ્રમુખ પ્રિયંકભાઈ પાંધી તેમજ ઉપપ્રમુખ જુબેરભાઈ ચૌહાણ સર્વે હાજર રહેલા,જે મહાનુભાવોનું  શાળાની દિકરીઓ દ્વારા પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સન્‍માન કરવામાં આવેલ.

પ્રકાશભાઇ જાની દ્વારા ફ્‌લેગ હોસ્‍ટિંગ  કરાવવામાં આવેલ .સમગ્ર કાર્યક્રમનું  સુંદર  સંચાલન શાળાના શિક્ષક આશિષભાઈ જોશી દ્વારા કરવામાં આવ્‍યું હતું. તેમજ સમગ્ર સ્‍ટાફ પરિવાર દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવવામાં આવી હતી.

(1:35 pm IST)