Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

ચલાલા પંથકમાંથી જામગરી બંદુક સાથે ધરપકડ

(અરવિંદ નિર્મળ દ્વારા) અમરેલી,તા. ૨૭ : ગૌતમ પરમાર પોલીસ મહાનિરીક્ષક ભાવનગર વિભાગ, ભાવનગર, અમરેલી પોલીસ અધિક્ષકશ્રી હિમકરસિંહના આદેશથી ચલાલા માર્કેટયાર્ડ પાછળ તળાવના કાંઠા પાસે રહેતો જહાંગીરભાઇ જમાલભાઇ બ્‍લોચ ધારી ચલાલા રોડ પરબડી ગામના પાટીયા પાસે તીરૂપતી ફાર્મની બાજુની જામગરી બંદુક સાથે ધરપકડ કરી છે.

આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક હિમકરસિંહ અમરેલી એસ.ઓ.જી.ઇન્‍ચાર્જ પોલીસ ઇન્‍સ્‍પેકટરશ્રી એ.એમ.પટેલ, એ.એસ.આઇ રાધેશ્‍યામભાઇ દુધરેજીયા તથા હેડ કોન્‍સ. જયેન્‍દ્રભાઇ બસીયા, આદિત્‍યભાઇ બાબરીયાએ કરી છે

(1:54 pm IST)