Gujarati News

Gujarati News

News of Friday, 27th January 2023

પોરબંદરમાં હોસ્‍ટેલની છાત્રા સાથે સજાતિય સંબંધે પોલીસ ફરિયાદ નોંધવામાં વિલંબઃ વાલીઓમાં રોષ

(પ્રકાશ  પંડિત દ્વારા) આદિત્‍યાણા તા.ર૭ : આર્યકન્‍યા ગુરૂકુળ પોરબંદરમાં હોસ્‍ટેલમાં  બાળા સાથે  સજાતીય સંબંધમાં પાંચ દિવસ વિતી જવા છતાં જવાબદારો સામે પોલીસ ફરીયાદ દાખલ ન થતા પોરબંદરના પ્રબુધ્‍ધ નાગરીકો અને હોસ્‍ટેલમાં રહેતી દિકરીઓના વાલીઓ તર્ક વિર્તક સાથે રોષ વ્‍યાપી રહેલ છ.ે  ગુરૂકુળના સંચાલકો અને ટ્રસ્‍ટીઓ વિરૂધ્‍ધ તાત્‍કાલીક અસરથી પોકસો એકટ અને જે.જે.પી.તેમજ આઇ.પી.સી.મુજબ પોલીસ ફરીયાદ દાખલ કરવામાં એવી માગણી વાલીઓ કરી રહેલ છે.

હોસ્‍ટેલની બાળા સાથે સજાતીય સંબંધમાં વાલીઓ અત્‍યાર સુધીમાં ચારથી પાંચ વખત નિવેદન લેવાઇ ગયેલ છ.ે વારંવાર નિવેદનથી બાળા અનેવાલીઓ પણ થાકી ગયેલ છે તેવી ચર્ચા છે.

આ પ્રકરણ બાબતે દરેક વખતે થાય તેમ એસ.પી.દ્વારા એક સમીતી બનાવવામાં આવેલ છે.જેમાં સીટી ડી.વાય.એસ.પી. નિલમબેન ગોસ્‍વામી, એસ.ઓ.જી. પી.આઇ. શ્રી ધાંધલ્‍યા, ઉદ્યોગનગર પી.એસ.આઇ. અઘેરા મેડમ સામેલ છે.

આ બનાવ ઉદ્યોગનગર પોલીસ સ્‍ટેશન થાણા હેઠળ બનેલ છે ઉદ્યોગનગર પી.એસ.આઇને ફોન કરવા તેનો મોબાઇલ રીસીવ થયેલ નહી બાદમાં સમીતીમાં હેઠળ એસ.ઓ.જી.ના પી.આઇ. શ્રી ધાંધલ્‍યાને ફોન કરતા તેઓએ જણાવેલ કે પ્રકરણ બાબતે બાળાઓ તથા વાલીઓ અને હોસ્‍ટેલના સંચાલકોના નિવેદનો લેવામાં આવી રહેલ છે. અને કોલેજના જવાબદાર પુરૂષ હોસ્‍ટેલમાં જઇ શકે તે નહી? તે બાબતે પણ તપાસ કરવામાં આવી રહેલ છે અને અમારી સમીતી રીપોર્ટ એસ.પી.ને કરે બાદમાં આગળ પગલા ભરવામાં આવશે.

આ પ્રકારણમાં ચાઇલ્‍ડ વેલ્‍ફેર કમીટીના પૂર્વ ચેરમેન અને પત્રકાર પ્રકાશભાઇ ભીખુલાલ પંડિતે નેચનલ વુમન કમીશન સ્‍ટેટ મહિલા આયોગ હર્ષ સંઘવી, સંયુકત સચિવ, ગૃહ વિભાગ, પોલીસવડા, આશિષ ભાટીયા, ડી.આઇ.જી. જુનાગઢ રેજને મેઇલ કરી સજાતીય સંબંધના પ્રકરણને દબાવી ઢાંક પીછોડો કરવા બાબતે તાત્‍કાલીક અસરથી જવાબદારો સામે પોકસો એકટ જે.જે.પી. અને આઇ.પી.સી.ની.જુદા જુદા કલમો હેઠળ પોલીસ ફરીયાદ દાખલ કરી બાળાઓ તેના વાલીઓને ન્‍યાય મળે તેવી રજુઆત કરી તાત્‍કાલીક અસરથી પોલીસ આ બાબતે પોલીસ ફરીયાદ દાખલ કરે તેવી સુચના આપવા માંગ કરવામાં આવેલ છે.

(1:54 pm IST)