Gujarati News

Gujarati News

News of Saturday, 27th February 2021

કેશોદમાં ચૂંટણી પહેલા રાજકીય ગરમાયો: પાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખનું રાજીનામુ

હોદ્દેદારો દ્વારા ટિકિટ વહેંચણીની પ્રક્રિયામાં ગોલમાલ કરાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો

કેશોદમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીના મતદાનના એક દિવસ પહેલા જ રાજકીય માહોલ ગરમાયો છે. નગરપાલિકાના ભાજપના પૂર્વ પ્રમુખે રાજીનામું આપ્યું છે. કેશોદ પાલિકાના પ્રમુખ યોગેશ સાવલિયાએ ભાજપના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધુ છે. તેમના લાગતા-વળગતાને ટિકિટ ન આપતા તેઓ સ્થાનિક ભાજપ સંગઠન સામે નારાજ હતા. જેથી તેમણે રાજીનામું આપ્યું છે. અને શહેર ભાજપના નવા સંગઠનના હોદ્દેદારો દ્વારા ટિકિટ વહેંચણીની પ્રક્રિયામાં ગોલમાલ કરાઈ હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે.

(12:13 am IST)
  • અમદાવાદમાં ક્રિકેટ સ્ટેડિયમનું નામ વડાપ્રધાન મોદીના નામ પર રાખવાનો નિર્ણય યોગ્ય : બાબા રામદેવે પીએમ મોદીને યુગ પુરુષ ગણાવતા કહ્યું કે મહાન વ્યક્તિઓના નામ પર ભાવનો અને સ્મારકોણ નામ રાખ્યા છે : ત્યારે હાલના મહાન વ્યક્તિત્વ મોદી અને તેમના નામ પરથી સ્ટેડિયમનું બામ રાખવું એમાં કઈ ખોટું નથી access_time 12:58 am IST

  • માર્ચ મહિનાથી દેશમાં ચાર મોટા બદલાવ : 60 વર્ષથી વધુની વયના અને 45 વધુ ઉંમરના બીમારી સામે ઝઝૂમતા લોકોનું થશે રસીકરણ :વિવાદથી વિશ્વાસ યોજનાનો લાભ લેવાની મુદત 31મી માર્ચ સુધી વધારી દેવાઈ :બેન્ક ઓડ બરોડામાં વિલય થતા દેનાબેંક અને વિજ્યાબેન્કના ખાતેદારોના એકાઉન્ટ નંબર અને આઇએફએસસી કોડ નવા લાગશે :બિહાર અને ઉત્તર પ્રદેશમાં ધોરણ પાંચ સુધીના બાળકો સ્કૂલે જઈ શકશે access_time 12:24 am IST

  • બે દાયકા પહેલા રાજનાથસિંહે બાળક લીધો હતો દત્તક : તેના લગ્નમાં પહોંચી આશીર્વાદ આપ્યા :રક્ષામંત્રી રાજનાથસિંહે કહ્યું હું જયારે ઉત્તરપ્રદેશનો મુખ્યમંત્રી હતો ત્યારે વિજેન્દરના અભ્યાસનો ખર્ચ ઉઠાવવા નક્કી કર્યું હતું : આજે ડોક્ટર તરીકે જોઈને ખુબ ખુશી થઇ છે access_time 12:40 am IST