Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર ડ્રોન ઉડાડનાર ભુજના ફોટોગ્રાફરપ્રણય જોશી સામે ફરિયાદ : ડ્રોન કેમેરો સહિત મુદામાલ જપ્ત

( વિનુભાઈ સામાણી - દીપેશ સામાણી - કૌશલ સવજાણી દ્વારા) દ્વારકા- ખંભાળિયા તા.૨૬

 

 શ્રી દ્વારકાધીશ મંદિર ઉપર ડ્રોન ઉડતું જોતા તાત્કાલિક કેટલાક પત્રકાર અને દેવસ્થાનન સમિતિના કર્મચારી જયેશભાઇ દ્વારા જાણ કરવામાં આવતા મંદિર આસપાસના વિસ્તાર માં જહેરનામતથી નો ફલાયિંગ રેડ ઝોન જાહેર કરવામાં આવેલ હોય અને મંદિરની નજીક 100 મીટર ના વિસ્તારમાં ડ્રોન કે અન્ય કોઈ ક્રાફટ ઉડાવવાની મનાઈ ફરમાવવામાં આવેલ હોય મંદિર સુરક્ષાના ડીવાયએસપી સમીર સારડા ના માર્ગદર્શન નીચે દ્વારકાના પો. ઈન્સ પી. એ પરમાર તથા મંદિર પો. સ્ટાફ ના એ. એસ. આઈ એમ એમ રોસિયા તથા પરાગભાઇ ચૌહાણ તથા મહેશભાઈ અણીયારીયા નાઓએ તાત્કાલિક શોધીને મંદિર ની નજીકથી પકડી પાડેલ છે.

 જેમાં ડ્રોન ઉડાવનાર પ્રણય હીમાંશુભાઇ જોષી બ્રાહમણ ઉં.વ.૨૩ ધંધો ફોટોગ્રાફર રહે ધનશ્યામનગર  સાપુર્ણા બીલ્ડીંગ ૧૦૧ ભુજ તા.ભુજ જી.કચ્છ વાળો હોય તેની પાસેથી ડ્રોન ઉડાવવાની પરમિશન માંગતા નહિ હોવાનું જણાવેલ અને ડ્રોન ઉડાવી લોકોનો જાન જોખમ માં મૂકી મંદિર આસપાસ ના વિસ્તારનું ગેરકાયદેસર રીતે શુટિંગ કરેલ હોય તેની પાસેથી ડી.જી.આઇ કંપની નુ મોડલ MI ડ્રોન કેમેરો ની કી.રૂ.૧,૦૦,૦૦૦/-ગણી તેમજ (૨) ડી.જી.બાઇ કંપની ની બેટરી નંગ ૩ ત્રણ જેની એક ની કી.રૂ.૫૦૦૦/-લેખે ત્રણ ની કી.રૂ.૧૫,૦૦૦/- ગણી તેમજ 31 ડી.જી.આઇ કંપની નું રીમોટ જેની કી.રૂ.૨૦,૦૦૦/-ગણી તથા (૪) ડી.જી.આઇ કંપની નું ચાર્જર સ્ટેન્ડ તથા સ્લોટ સાથે કી.રૂ.૫૦૦૦-ગણી કબ્જે કરેલ અને તેના સામે ધોરણસર થવા એ. એસ. આઈ પરાગભાઇ અમૃતલાલ ચૌહાણ નાઓએ ઇ.પી.કો કલમ ૧૮૮ ૨૮૭,૩૩૬ તથા ઇન્ડીયન એરક્રાફ્ટ એકટ ૧૯૩૪ ની કલમ ૧૧ મુજબ ધોરણસર થવા ફરિયાદ આપેલ છે.

(12:16 pm IST)