Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

રાહુલ ગાંધીને ખોટી રીતે સસ્‍પેન્‍ડ કરાયાના આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવો

જગદીશભાઈ ઠાકોર , ભરતસિંહ સોલંકી પ્રદેશ જેનીબેન ઠુંમર સહિતનાએ કેન્‍દ્રની ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યાઃ પોલીસ દ્વારા અટકાયત

રાજકોટ તા.૨૭: કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીને સાંસદ પદેથી દૂર કરવામાં આવતા કોંગ્રેસ આગેવાનોમાં ભારે રોષ છવાયો છે.

રાહુલ ગાંધીને ખોટી રીતે સસ્‍પેન્‍ડ કરાયાના આક્ષેપ સાથે પ્રદેશ કોંગ્રેસ સમિતિ દ્વારા દેખાવો કરવામાં આવ્‍યા હતા. જેમાં કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર, ભરતસિંહ સોલંકી પ્રદેશ કોંગ્રેસ મહિલા પ્રમુખ જેનીબેન ઠુંમર સહિતનાએ કેન્‍દ્રની ભાજપ સરકાર ઉપર પ્રહારો કર્યા હતા. પોલીસે તમામની અટકાયત કરી હતી. તેમ લાઠી બાબરાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્‍ય વિરજીભાઈ ઠુંમર જણાવ્‍યું છે.

(10:28 am IST)