Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કચ્‍છમાં કોરોનાનો ફૂંફાડો : વધુ ૫ કેસ સાથે ૧૨ દર્દી : એક મોત : બે ગંભીર

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૨૭ : કોરોનાની બે લ્‍હેર પછી કોરોના શમી જશે એવી માન્‍યતા કોરોનાના નવા ફૂંફાડાએ બદલી નાખી છે. હવે ત્રીજી લહેર ગરમીની સીઝનમાં ઉનાળા વચ્‍ચે હાવી થઈ રહી છે. કચ્‍છમાં નવા ૫ દર્દીઓ સાથે અત્‍યારે કોરોના ના નવા કુલ એક્‍ટિવ કેસ ૧૨ થયા છે.

જોકે, કોરોના ફરી ગંભીર ચિંતા સર્જી રહ્યો છે, તેનું કારણ નાના બાળ દર્દીઓ પણ છે. જે પૈકી એકનું મોત નિપજયું છે. જયારે એક બાળ દર્દી વેન્‍ટિલેટર ઉપર ગંભીર છે. અન્‍ય એક પુખ્‍ત વયના બુઝર્ગ દર્દી બાયપેપ ઉપર હોઈ ગંભીર છે. કચ્‍છ જિલ્લા આરોગ્‍ય તંત્ર દ્વારા ૨૮૦ સેમ્‍પલ લઈ ચેક કરાયા હતા

(12:02 pm IST)