Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સાવરકુંડલાઃસુરતમાં શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની રચના

(દિપક પાંધી  - ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા તા.ર૭ : સુરત સીટી લાઇટ ખાતે લોકભારતી સ્‍કુલમાં વરિષ્‍ઠ શિક્ષણકાર દિનકરભાઇ નાયકના પ્રમુખ સ્‍થાને સુરત શહેરના શિક્ષણ જગતના અગ્રણીઓની બેઠક યોજાઇ હતી. જેમાં શાળા સંચાલક મંડળના આગેવાનો આર.જી.શાહ, આશિષભાઇ વકીલ, મીનાક્ષીબેન  દેસાઇ, દિનેશભાઇ ભટ્ટ, તપસ્‍વીભાઇ દવે, સુરત શહેર આચાર્ય સંઘના અધ્‍યક્ષ કિશોરકુમાર જાની, પ્રમુખ ડો. રીટાબેન ફુલવાલા સહિત સુરત શહેરના તમામ શૈક્ષણિક સંઘોના અગ્રીમ જવાબદાર હોદેદારો અને મહાનુભાવો ઉપસ્‍થિત રહયા હતા. શૈક્ષણિક અને સહશૈક્ષણિક પ્રવૃતિઓ, વહીવટી કામગીરીઓ, નવી શિક્ષણ નીતિ ઉપરાંત પ્રવર્તમાન સમયે ઉપસ્‍થિત થતા શિક્ષણ જગતના પડકારોનો વિદ્યાર્થીઓ અને શાળાના હિતમાં નિરાકરણ લાવવા અંગે સૌ મહાનુભાવો દ્વારા  ગહન ચર્ચા વિચારણા અને ચિંતન કરાયુ હતુ.

સંકલિત પણે જિલ્લા શિક્ષણાધિકારીશ્રીને સાથે રાખી સાર્વત્રિક રીતે શાળાઓના વિકાસ ાથય તેવા શુભ આશયથી સુરત મહાનગરના સમગ્ર શિક્ષણ જગતના સેવક અને કલાર્કથી માંડીને સંચાલક મંડળ સુધીના તમામ સંવર્ગના પ્રતિનિધિઓનો સમાવેશ કરીને ઉપસ્‍થિત  સર્વે આગેવાનોની સર્વ સંમતિથી સુરત શહેર શૈક્ષણિક સંઘ સંકલન સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિમાં બહુમતીથી સર્વાનુમતે કરાયેલ નિયુકિતથી વરાયેલા સૌ હોદેદારોને બધાએ હર્ષભેર વધાવી અભિનંદનની વર્ષા કરી ખુશીનો માહોલ સર્જાયેલ હતો. સુરત જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી સાથે આ બેઠક અગાઉ થયેલ પરામકર્ષ અનુસાર નવનિયુકત સમિતિની રચના અંગે તેઓશ્રીને લેખીત જાણ કરી આપેલ છે.

આ નવનિયુકત શહેર શૈક્ષણિક સંઘ સંકલન સમિતિમાં અધ્‍યક્ષ તરીકે આર.જી.શાહ, પ્રવકતા તરીકે દિનશભાઇર નાયક, ઉપાધ્‍યક્ષ આશિષભાઇ વકીલ અને દિનેશભાઇ ભટ્ટ, પ્રમુખ ડો. રીટાબેન ફુલવાલા, મહામંત્રી કિશોરકુમાર જાની, ઉપપ્રમુખ કમલેશભાઇ રામાનંદી, મંત્રી અજીતસિંહ સરવૈયા, સહમંત્રી અમિતભાઇ પટેલ, અને મયુર આડમાર ઉપરાંત સલાહકાર તરીકે મીનાક્ષીબેન દેસાઇ અને અજીતભાઇ શાહ, આમંત્રિતશ્રી તરીકે જગદીશભાઇ ચાવડા, મહેન્‍દ્રભાઇ કતારગામવાળા, તપસ્‍વીભાઇ દવે, વિમલકુમાર ચુડાસમા અને ગૌતમભાઇ મેંદપરાની નિયુકિત થયેલ છે.

 

(12:05 pm IST)