Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વાંકાનેર શ્રી ગાયત્રી શકિતપીઠમાં શુક્રવારે ૩૧મો પાટોત્‍સવ ઉજવાશે

વાંકાનેર, તા.૨૭: વાંકાનેરમા આવેલ સુપ્રસિદ્ધ ધાર્મિક અને આધ્‍યાત્‍મિક સ્‍થળ શ્રી ગાયત્રી શકિત પીઠ, શ્રી ગાયત્રી મંદિર ખાતે વેદમાતા શ્રી ગાયત્રી માતાજીની અસીમ કળપાથી અને ત્રુષીયુગ્‍મ પ પુ ગુરૂદેવશ્રી રામશર્માજ઼ી આચાર્ય તથા વંદનીય માતાજી ભગવતી દેવીની સુક્ષમ ઉપસ્‍થિતિ અને આશીર્વાદથી મા ડુંગરાવાળી મહાકાળી માતાજીની ગોદમાં ગાયત્રી મંદિર ખાતે ચેત્રી નવરાત્રીનો ભકિતમયના દિવ્‍ય માહોલ વચ્‍ચે શ્રી ગાયત્રી પરિવારના શ્રી અશ્વિનભાઈ રાવલની ઉપસ્‍થિતિમા શુભ પ્રારંભ થયેલ હતો નવરાત્રીના પ્રથમ નોરતે સવારે માતાજીનું વિશેષ પૂજન અર્ચનવિધિ કરવામાં આવેલ તૅમજ સવારે ૭:૩૦ કલાકથી ૯: ૦૦ વાગ્‍યાં દરમ્‍યાન ભૂદેવો દ્વારા મત્રોચાર સાથે ગાયત્રી યજ્ઞનો પ્રારંભ થયેલ હતો જે યજ્ઞ એકમથી નોમ સુધી ચાલશે તેમજ યજ્ઞમા સહુ ગાયત્રી પરિવારના સાધક ભાઈઓ, બહેનો લાભ લેશે ત્‍યારબાદ માતાજીના અનુષ્ઠાન થશે આ ઉપરાંત એકમથી નોમ સુધી શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાન સાધક ભાવિક, ભક્‍તજનો દ્વારા સામુહિકમા કરવામાં આવશે જે રામ ચરિત માનસની ચોપાઈના પાઠ અનુષ્ઠાનનો મંગલ શુભ પ્રારંભ શ્રી અશ્વિનભાઈ રાવલના હસ્‍તે દીપ-ાગટીયવિધિ દ્વારા કરવામાં આવેલ હતોજે રામાયણના પાઠ દરરોજ બપોરે ૩:૩૦ વાગ્‍યાથી સાંજના ૭:૦૦ વાગ્‍યાં દરમ્‍યાન થશે આ ઉપરાંત આગામી તારીખઃ ૩૧/૩/૨૩ ને શુક્રવારના રોજ શ્રી ગાયત્રી મંદિરનો (૩૧મોં પાટોત્‍સવ  ) નિમિત્તે સવારે ૮:૦૦ થી  ૧૨: ૦૦ દરમ્‍યાન સ્‍થાપિત દેવતાઓનું પૂજન અર્ચન તથા સમૂહ જપ તૅમજ બપોરે ૨: ૩૦ કલાકથી      ૅ નવ કુંડી ગાયત્રી યજ્ઞ રાખેલ છે જે યજ્ઞની પુર્ણાહુતી સાંજે ૫: ૩૦ કલાકે થશે ત્‍યારબાદ સાંજે ૬:૦૦ કલાકે સન્‍માન સમારોહ રાખેલ છે તૅમજ સાંજે ૭: ૦૦ કલાકે  ‘મહાપ્રસાદ' રાખેલ છે નવરાત્રીમા અનુષ્ઠાનમા બેસવા માટે ની શુલ્‍ક રહેવાની જમવાની વ્‍યવસ્‍થા સંસ્‍થા દ્વારા રાખેલ છે નવરાત્રીના પ્રથમ નોરતે ગઈકાલે સાંજે ગાયત્રી મંદિરમા નિજ મંદિરમા શ્રી રામ ચરિત માનસની ચોપાઈના પાઠનું ગાન કરતા શ્રી ગાયત્રી પરિવારના શ્રી અશ્વિનભાઈ રાવલ તથા શ્રી ગાયત્રી પરિવારના સાધક, ભાઈઓ, બહેનો નજરે પડે છે તૅમજ વેદમાતા શ્રી ગાયત્રી માતાજ઼ીની તસ્‍વીર, વધુ વિગત માટે સંપર્ક મો. ૯૪૨૮૨ ૯૭૯૭૮/૯૮૨૫૧ ૨૦૯૭૮ સંપર્ક કરવા શ્રી ગાયત્રી પરિવારના શ્રી અશ્વિનભાઈ રાવલની યાદીમાં જણાવાયું છે

(12:09 pm IST)