Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

વિરપુર (જલારામ)માં સાદરાણી પરિવાર આયોજીત ભાગવત કથામાં સાધુ-સંતો-આગેવાનોની ઉપસ્થિતી : શ્રીરામ જન્મોત્સવની ઉજવણી

જુનાગઢ : વિરપુર(જલારામ) ગાયત્રી મંદિર ખાતે સાદરાણી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ ચાલી રહયો છે. મુળ નાની મોણપરી હાલ સેલવાસ નિવાસી શ્રી લાલ રઘુવંશી રેસ્ટોરન્ટ એન્ડ કેટરીંગ અને સ્વીટ નમકીનના વેપારી મનોજભાઇ ચીમનલાલ સાદરાણી અને સમગ્ર સાદરાણી પરિવાર દ્વારા ગૌવા ત્રીભોવનભાઇ કલ્યાણજીભાઇ સાદરાણી પરિવારને  પિતૃઓના મોક્ષાર્થે શ્રી બાપજી સોમનાથ વાળાના વ્યાસાસને ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞ તથા અલૌૈકીક માળા પહેરામણી મનોરથનું આયોજન કરાયું છે. તા.ર૩ના રોજ પ્રારંભ થયેલ. ભાગવત સપ્તાહમાં દરરોજ બપોરે ૩ થી ૭ પ.પુ.બાપુજી સંગીતની સુરાવલી સાથે કથાનું રસપાન કરાવી રહયા છે. આ કથા દરમ્યાન અખિલ સૌરાષ્ટ્ર રઘુવીર સેનાના સુપ્રીમો અને જુનાગઢના ડેપ્યુટી મેયર ગીરીશભાઇ કોટેચાએ ઉપસ્થિત રહી કથા શ્રવણનો લાભ લઇ સાદરાણી પરિવાર આયોજીત પિતૃઓના મોક્ષાર્થે જે કથાનું અને સમગ્ર પરિવારને ભેગા કરવાનું કામ કર્યુ છે તે માટે ગિરીશભાઇ કોટેચા રાજીપો વ્યકત કર્યો હતો અને સૌ રઘુવંશીઓ ઉપર જલારામ બાપાના આશીર્વાદ વરસતા રહે સૌ અનર્થીક રીતે પ્રગતી કરો અને નિતીથી આગળ વધો એવી શુભેચ્છા વ્યકત કરી હતી અને સૌને દાન અને પરમાર્થના કાર્ય કરવા અપીલ કરી હતી. આ તકે કથાના આયોજક સાદરાણી પરિવારના મનોજભાઇ ચીમનલાલ સાદરાણી  શ્રીમતી રેખાબેન સાદરાણી તેમજ  ઉતમ સાદરાણી અને ચિ.ઉમાક્ષી સાદરાણી  વિરપુરના સંદીપભાઇ સાદરાણી રૃષીભાઇ સાદરાણી, સગુનભાઇ સાદરાણી, જનકભાઇ પેંડાવાળા સહીતનાએ ગીરીશભાઇ કોટેચા તથા જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષીનું સાલ ઓઢાડી જલારામ બાપાની મુર્તિ આપી સન્માન કર્યુ હતું. ગઇકાલે રામજન્મોત્સવ અને કૃષ્ણ જન્મોત્સવની મેંદરડા ખાખી મઢી રામજી મંદિરના મહંત પુ. સુખરામદાસજી બાપુની ઉપસ્થિતિમાં ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે પુ.સુખરામદાસ બાપુ એ રઘુવંશી પરિવાર એટલે કે જલારામ બાપાના આપ બધા અંશ છો એમના આશીર્વાદ આપના ઉપર હંમેશા વરસતા રહે અને પિતૃઓના મોક્ષાર્થે યોજાયેલ આ કથામાં સૌ નિમિત છો પિતૃઓના મોક્ષ તો થઇ જ ગયો છે. પરંતુ આ બહાને સૌ હળી મળીને રહો સમાજ સેવા કરો અને જલારામ બાપાના જીવન ઉપરની બોધ લઇ સેવા કાર્યમાં સૌ પ્રેરણા લઇ ધર્મને માર્ગે પરમાર્થી કાર્ય કરવા અંતમાં જણાવેલ. આ તકે કથા દરમ્યાન અકિલા પરિવારના મોભી કિરીટભાઇ ગણાત્રાએ ટેલીફોનીક સંદેશથી આશીર્વાદ પાઠવ્યા હતા. જેથી કથા દરમ્યાન જુનાગઢ અકિલાના પત્રકાર વિનુભાઇ જોષી દ્વારા સંદેશો મોકલવામાં આવેલ તેની નોંધ લઇ સાદરાણી પરિવારએ કિરીટભાઇ ગણાત્રાનો આભાર વ્યકત કર્યો હતો. તા.ર૯ને બુધવારના રોજ સાંજે ૭ કલાકે અલૌકીક માળા પહેરામણી મનોરથ યોજાશે અને બાદમાં  કથાની પુર્ણાહુતી થશે. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન જુનાગઢના શુશીલભાઇ પંડયાએ કરેલ. આ આયોજનને સફળ બનાવવા ગૌવા કાન્તીલાલ નાનાલાલ સાદરાણી તથા ચીમનલાલ મંગળજીભાઇ સાદરાણી અને સમગ્ર પરિવાર જહેમત ઉઠાવી રહયો છે. (અહેવાલ : વિનુ જોશી, તસ્વીરઃ મુકેશ વાઘેલા-જુનાગઢ)

(12:37 pm IST)