Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

જામનગરમાં વિશ્વ રંગભુમિ મહોત્‍સવ અંતર્ગત નાટકની રજુઆત

જામનગરઃ  ગુજરાત સરકારશ્રીની રમત-ગમત યુવા અને સાંસ્‍કૃતિક પ્રવૃતિઓ વિભાગ દ્વારા વિશ્વ રંગભુમિ દિવસની રાજયકક્ષાની ત્રિદિવસીય ઉજવણી જામનગર ખાતે શરૂ થયેલ. જેના પ્રથમ દિવસે મેયર શ્રીમતી બીનાબેન  કોઠારી, શિક્ષણાધિકારી મધુબેન ભટ્ટ, યુવા વિકાસ અધિકારી મોહસીન ખાન પઠાણ, વ્‍યાયામ શિક્ષક સંઘના મહેશભાઇ મુંગરા, ભગીરથસિંહ જાડેજા, જય વિઠલાણી, રોહિત હરિયાણી તથા કોર્પોરેટરશ્રીઓએ ઉપસ્‍થિત રહી દીપ પ્રગટાવી પ્રારંભ કરાવેલ. મહોત્‍સવના પ્રથમ દિવસે થીયેટર પીપલ્‍સ જામનગર દ્વારા અસતો મા સદગમય મેરી ગો રાઉન્‍ડ અને અફલાતુન એમ ત્રણ એકાંકી તથા દર્શ વિઠલાણીએ અને રાજલ પુજારાના એક પાત્રિય રજુ થયા હતા. કાર્યક્રમને નિહાળવા કલાપ્રેમી જનતા ઉમટી પડતા ધન્‍વંતરી ઓડીટોરીયમ  ખીચોખીચ ભરાયુ હતુ. કાર્યક્રમનું સંચાલન લલીત જોશીએ કરેલ. (અહેવાલ : મુકુંદ બદીયાણી - જામનગર)

(12:47 pm IST)