Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

સાવરકુંડલાઃ નવા હેરિટેજ મંત્રાલયની સ્‍થાપના કરવા માંગણી

(ઇકબાલ ગોરી દ્વારા) સાવરકુંડલા, તા.૨૭: રાજુભાઇ ઓડેદરા (પોરબંદર)એ ભુપેન્‍દ્રભાઇ પટેલને પત્ર પાઠવીને રાજયમાં નવા હેરિટેજ મંત્રાલયની સ્‍થાપના કરવા માંગ કરી છે.

તેઓએ વધુમાં જણાવ્‍યુ છે કે, આપણું ગુજરાત રાજ્‍ય એક એક ઐતિહાસીક સાંસ્‍કળતિક પૌરાણિક વારસો અને ધરોહર ધરાવતું રાજ્‍ય છે પણ અન્‍ય રાજ્‍યની તુલનાએ ગુજરાત ઐતિહાસિક વિરાસત સમાન ઇમારત કિલ્લાઓ મહેલો મંદિર મસ્‍જિદ જેવા અનેક વિધ સ્‍થાપત્‍ય આવેલ છે પણ આ સ્‍થાપત્‍યની જાળવણીમાં આપણું રાજ્‍ય ખૂબ ઉદાસીનતા ધરાવે છે સોનગઢથી જૂનાગઢ ઇડરથી દિવ સુધી વિસ્‍તરેલ ગુજરાત રાજ્‍યમાં અનેક જગ્‍યાએ પૌરાણિક ધાર્મિક સાંસ્‍કળતિક આસ્‍થા ધરાવતાં સ્‍થળ આવેલ છે અનેક જગ્‍યાએ ઐતિહાસિક કિલ્લાઓ વાવ મંદિર પૌરાણિક ગુફાઓ મંદિર મસ્‍જિદ શિલાલેખ જેવા ભવ્‍ય નિર્માણ જોવા મળે છે જેનો જોઈએ એટલો પ્રચાર પ્રસિદ્ધ સ્‍થળોની તુલનામાં પ્રચાર થયો નથી એટલે એ સ્‍થળ અન્‍ય સ્‍થળની તુલનામાં બહુ ઓછો વિકાસ પામ્‍યાં છે.

આવી જ રીતે ગુજરાતમાં હેરિટેજ મંત્રાલયની સ્‍થાપના કરી અને યોગ્‍ય બજેટ દ્વારા ગુજરાતના તમામ જિલ્લાઓમાં આવેલ સાંસ્‍કળતિક ધાર્મિક ઐતિહાસિક મહત્‍વ ધરાવતાં સ્‍થળ કિલ્લાઓ ઐતિહાસિક વાવ કૂવાઓ અને સ્‍કૂલ કોલેજ ધાર્મિક આસ્‍થા ધરાવતા સ્‍થળનું રિસ્‍ટોરેશન કરવામાં આવે તો ગુજરાતની વિરાસત ગણાતી ભવ્‍ય ધરોહરની જાળવણી થશે તેમનું મહત્‍વ વધશે અને પ્રવાસન ક્ષેત્રનો વિકાસ થશે તેમ અંતમાં જણાવ્‍યુ છે.

(12:54 pm IST)