Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પોરબંદરની ગોઢાણીયા કોલેજમાં મીકેનીકલ એન્‍જીનીયર પછી તક અંગે માર્ગદર્શન યોજાયું

પોરબંદર, તા., ૨૭: ડો. વી.આર. ગોઢાણીયા એન્‍જીનિયરીંગ એન્‍ડ આઇ.ટી. કોલેજના મિકેનીકલ ડિપાર્ટમેન્‍ટ દ્વારા તાજેતરમાં મિકેનીકલ એન્‍જીનીયરીંગ પછીની મળતી તકો એ વિષય પર અભ્‍યાસ વર્ગ યોજાયો હતો.

ગોઢાણીયા એન્‍જીનિયરીંગ કોલેજના પ્રિન્‍સીપાલ ડો. સંજય અગલે જણાવ્‍યું હતું કે સંશોધન અને વિકાસ જ્ઞાનના યુગમાં મુખ્‍ય એન્‍જીન છે. દેશમાં સૌથી વધારે યુવાનો છે ત્‍યારે યુવા મિકેનીકલ એન્‍જીનીયરીંગ દેશના વિકાસનું ચાલક બળ બનશે તેમ જણાવી સૌને આવકાર્યા હતા.

 ટ્રસ્‍ટના પ્રમુખ ડો.વિરમભાઇ ગોઢાણીએ આવા કાર્યક્રમોને આવરી શુભેચ્‍છા પાઠવતા જણાવ્‍યું હતું કે ઇનોવેશન અને લર્નીગ આજના એન્‍જીનીયરીંગમાં મહત્‍વની બાબતો છે. હકારાત્‍મકતા સાથેની સંશોધન વૃતિ સફળતા તરફ દોરી જાય છે. પ્રારંભમાં મિકેનીકલ ડીપાર્ટમેન્‍ટના ડાયરેકટર  કાંધલભાઇ જાડેજાએ ગોઢાણીયા એન્‍જીનીયરીંગ કોલેજમાં ચાલતા સીવીલ મીકેનીકલ કેમીકલ અને કમ્‍પ્‍યુટરના ડીગ્રી અભ્‍યાસક્રમો પૈકી મિકેનીકલ એન્‍જીનીયરીંગ વિશે વિસ્‍તૃત જાણકારી આપી હતી.

તજજ્ઞ તરીકે ઉપસ્‍થિત રહેલા અને પર્યાવરણ ક્ષેત્રે રાષ્‍ટ્રપતિ અબ્‍દુલ કલામના હસ્‍તે ન્‍યુ દિલ્‍હી ખાતે સન્‍માનીત થયેલ મિકેનીકલ શાળાના પ્રોફેસર ધવલ ભરડાએ જણાવ્‍યું હતું કે એન્‍જીનીયરીંગની શાળાઓ પૈકી મિકેનીકલની ૪૮ જેટલી સબ બ્રાન્‍ચ છે. મિકેમીકલ એન્‍જીનીયરોની દેશ-વિદેશમાં જબરી માંગ છે.

આ અભ્‍યાસ વર્ગને સફળ બનાવવા એન્‍જીનીયરીંગ કોલેજના ડાયરેકટર કાંધલ જાડેજાના માર્ગદર્શન તળે પ્રો. લકી ચાવડા, પ્રો. પ્રકાશ કડછાએ સારી જહેમત ઉઠાવી હતી. આઇ.ટી. વિભાગના અધ્‍યક્ષ ધવલભાઇ ખેર, નીરલભાઇ દતાણી, એમ.બી.એ.અને ચેતનભાઇ વિભાગના ડાયરેકટર શ્રી દેવશ્રી વસાણી, ટ્રસ્‍ટના સેક્રેટરી કમલેશ થાનકી નિયમીત જોષી, મોઢવાણીયા સહીત મિકેનીકલ ડીપાર્ટમેન્‍ટના છાત્રો બહોળી સંખ્‍યામાં હાજર રહયા હતા.

ટ્રસ્‍ટના મેનેજીંગ ટ્રસ્‍ટી અર્જુનભાઇ મોઢવાડીયા, શ્રીમતી શાંતાબેન ઓડેદરા, શ્રીમતી જયશ્રીબેન ગોઢાણીયા, ભરતભાઇ વિલાણા, એકેડેમી વર્કીગ ટ્રસ્‍ટી ડો. હિનાબેન ઓડેદરા સહીત ટ્રસ્‍ટ ગણે આવા ઇનોવેટીવ અભ્‍યાસ વર્ગોને આવકારીને અભિનંદન પાઠવ્‍યા હતા.

(12:59 pm IST)