Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

આટકોટ-ખારચીયા વચ્‍ચે હિટ એન્‍ડ રનની ઘટનામાં દિવ્‍યાંગ નલીનભાઇ પંચોલીનું મોત

તસ્‍વીરમાં મોતને ભેટેલ પ્રૌઢનો મૃતદેહ અને પ્રૌઢની ફાઇલ તસ્‍વીર. (તસ્‍વીરઃ કરશન બામટા, આટકોટ)

(કરશન બામટા દ્વારા) આટકોટ, તા. ર૭ :  આટકોટ ખારચીયા વચ્‍ચે હીટ એન્‍ડ રન ની ધટનામાં પ્રૌઢનું મોત નિપજયું હતું.

પ્રાપ્ત વિગતો મુજબ આટકોટ ખારચીયા રોડ  ગોડલ ચોકડી આગળ અજાણ્‍યા વાહને ખારચીયા નાં દિવ્‍યાંગ નલીનભાઇ પંચોલી ને હડફેટે લીધા હતા   અકસ્‍માત સર્જીને અજાણ્‍યો વાહન ચાલાક ફરાર થઈ ગયો હતો અને પોઢનું ધટના સ્‍થળે  મોત નિપજ્‍યું હતું.  બનાવની  જાણ ૧૦૮ ને મળતા  તાત્‍કાલિક ઘટના સ્‍થળે ૧૦૮ દોડી ગઈ હતી પાયલોટ

ઇએમટી દોડી ગયા હતાં પણ નલીનભાઇ પંચોલી નું પ્રાણ પંખીડુ ઉડી ગયું હતું. અજાણ્‍યા વાહન ચાલક અકસ્‍માત સર્જી અને ફરાર થઈ ગયો હતો ત્‍યારે ઘટના સ્‍થળે સેવાભાવી લોકો પણ દોડી ગયા હતા

મૃતક નલિનભાઈ પોતે એકલા રહી અને પોતાનું ગુજરાત ચલાવતા હતા.   મળતદેહને સિવિલમાં પીએમ અર્થે ખસેડવામાં આવ્‍યો હતો ખારચીયા રોડ પર હાઇવે પર ઠેર ઠેર ખાડા પડી ગયા હોય જેને લઇ લોકોમાં પણ રોષની લાગણી વ્‍યક્‍ત થઈ છે મસ્‍ત મોટા ખાડાના કારણે અકસ્‍માતો પણ સર્જાઈ રહ્યા છે વહેલી તકે પૂરવામાં આવે તેવી પણ લોક માંગણી ઉઠી છે.

(5:04 pm IST)