Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

ધોરાજી પોલીસે દેશી દારૂનો જથ્‍થો, બોલેરો વાહન સાથે રબારી શખ્‍સને ઝડપી લીધો

 ધોરાજીઃ રાજકોટ જીલ્લા પોલીસે વડા જયપાલસિહ રાઠોડ ,જેતપૂર નાયબ પોલીસ વડા ડોડીયા ની સૂચના તળે ધોરાજી પીઆઇ એ બી ગોહીલના માર્ગદશન તળે  હેડ કોન્‍સ્‍ટેબલ ક્રિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ વાળા, સહીતનો સ્‍ટાફ પેટ્રોલીંગમાં હતા ત્‍યારે ધોરાજી-પોરબંદર નેશનલ હાઈવે પર રોયલ સ્‍કુલ પાસે રોંગ સાઈડમાં આવતી શંકાસ્‍પદ બોલેરો નં. જીજે ૦૩ એકસ ૭૫૪૩ને અટકાવી ચાલકનું નામ પુછતા ગલા વેજા મુછાર રબારી ઉ.૩૫ હોવાનું જણાવ્‍યું હતું. બોલેરોમાંથી તીવ્ર વાસ આવતા તેમાં તલાસી લેતા અંદરથી પ્‍લાસ્‍ટીકના ૧૭ બાચકા માંથી ૧૭૦ નંગ દેશી દારૂના બુંગીયા મળી આવ્‍યા હતા. કુલ મળી ૮૫૦ લીટર દેશી દારૂ રૂા.૧૭ હજારનો અને બોલેરો મળી રૂા ૨લાખ ૧૭ હજાર નો મૂદામાલ મુદામાલ કબજે કરી ને પોલીસે આગળ ની કાયવાહી હાથ ધરાઈ છે.(તસવીર કિશોર રાઠોડ)

(1:13 pm IST)