Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

પોરબંદરના ફટાણામાં તીનપતી જુગાર રમતા ૪ શખ્‍સો ૧૪૦૭૦ની રોકડ સાથે ઝડપાયાો

પોરબંદર તા.ર૭ : ફટાણામાં જાહેરમાં જુગાર રમતા ૪ શખ્‍સોને ૧૪૦૭૦ ની રોકડ સાથે પોલીસ પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

નાયબ પોલીસ અધિક્ષક સુરજીત મહેડુનાઓના માર્ગદર્શન મુજબ અ.એ. મકવાણા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર બગવદર પોલીસ સ્‍ટેશનનાઓએ અલગ-અલગ ટીમો બનાવી પો.સ્‍ટે. વિસ્‍તારમાં દારૂ-જુગારના કેસો શોધવા ટીમોને કાર્યરત કરેલ અને એ.એ મકવાણા પોલીસ સબ ઇન્‍સ્‍પેકટર તથા પોલીસ હેડ કોન્‍સ. એલ.ડી.સીસોદીયા તથા પો.કોન્‍સ. જયમલભાઇ સામતભાઇ મોઢવાડીયા તથા વિપુલભાઇ કમલેશભાઇ ધુધલ તથા દુલાભાઇ લખમણભાઇ ઓડેદરા વિગેરે પેટ્રોલીંગમાં હતા તે દરમ્‍યાન હકિકત મળતા જે આધારે ફટાણામાં જુગાર રમતા મનોજ હોથીભાઇ ઓડેદરા, રાણા રામાભાઇ ઓડેદરા, સામત નાથાભઇ ખુંટી તથા વીરમ ભોજાભાઇ મોઢવાડીયા ૧૪૦૭૦ની રોકડ સાથે પકડીને ગુન્‍હો નોંધ્‍યો છે.

જુગાર દરોડાની કામગીરીમાં એ.એ.મકવણા પોલી સબ ઇન્‍સ્‍પેકટર તથા પોલીસ હેડ કોન્‍સ. એલ.ડી. સીસોદીયા તથા પો.કોન્‍સ. જયમલભાઇ સામતભાઇ મોઢવાડીયા તથા વિપુલભાઇ કમલેશભાઇ ધુધલ તથા દુલાભાઇ લખમણભાઇ ઓડેદરા વિગેરે બગવદર પોલીસ સ્‍ટેશનના સ્‍ટાફના દ્વારા કરવામાં આવેલ છે.

(1:13 pm IST)