Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કાલે ભૂપેન્‍દ્રભાઇ –હર્ષ સંધવી દ્વારકાની ઓંચિતી મુલાકાતેઃ બેટ દ્વારકા-હર્ષદ માતાજીના મંદિરની મુલાકાત લેશે દરિયાઇ પટ્ટીમાં મેગા ડીમોલેશન બાદ મુખ્‍યમંત્રી-ગૃહમંત્રી દેવભૂમિ દ્વારકા જીલ્‍લામાં આવશે

દ્વારકાઃ આવતી કાલે સવારે બેટ-દ્વારકાની મુલાકાતે રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલ અને ગૃહ રાજય મંત્રી હર્ષ સંઘવી કોઇ પણ પ્રકારની સુચક સુચના વગર ઓંચિતી મુલાકાતે આવી રહ્યા છે. તેવો હેલીકોપ્‍ટર મારફત ઓખા અથવા બેટ દ્વારકામાં હેલીકોપ્‍ટર મારફત ઉતરાણ કરી બેટ દ્વારકા જશે બાદમાં યાત્રાધામ હર્ષદ માતાજી મંદિરની પણ મુલાકાતે જશે એવું સત્તાવાર સુત્રએ જણાવ્‍યું છે.

તાજેતરમાં જ બેટ દ્વારકા હર્ષદ બંદર, નવદર બંદર, ભોગાત બંદર વગેરે દરિયાઇ પટ્ટી ઉપર આવેલ સંવેદશીલ દબાણો દેવભૂમિ દ્વારકા જિલ્‍લાના વહીવટી તંત્રએ રાજય સરકારની સુચનાથી દૂર કર્યા બાદ ગણતરીના દિવસોમાં જ આ બન્‍ને મહાનુભાવોની બેટ દ્વારકાની આવતીકાલની મુલાકાત અતિસુચક ગણવામાં આવી રહી છે. અને બેટ-દ્વારકા ખાતેથી કોઇ નવા પ્રકારની જાહેરાત પણ રાજય સરકાર દ્વારા થાય એવું માનવામાં આવી રહ્યું છે. અત્રે એ પણ નોંધનીય છે કે બેટ દ્વારકાના વિકાસ માટે તાજેતરમાં જ રાજય સરકારે રૂપિયા ૧૩૬ કરોડ બજેટમાં મંજુર કર્યા છે. અને ૧૦૦૦ કરોડના ખર્ચે બેટ-દ્વારકાનું સિગ્‍નેચર બીચ સંપૂર્ણ પણે તૈયાર થવાના આખરી ઓપમાં છે ત્‍યારે નજીકના જ સમયગાળામાં આ બ્રીજુનં લોકાર્પણ વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના હસ્‍તે થઇ શકે છે આમ અનેક મુદ્દાઓને લઇને મુખ્‍યમંત્રી અને ગૃહરાજયમંત્રી આવતીકાલે બેટ-દ્વારકા આવી રહ્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.

(11:00 pm IST)