Gujarati News

Gujarati News

News of Monday, 27th March 2023

કેશોદમાં એકતરફી પ્રેમમાં સગીરાને છરીનાં ઘા ઝીંકનાર કિશન મેધનાથીને કેશોદ પોલીસે સાસણથી ઝડપી લીધો

(સંજય દેવાણી ધ્વારા) કેશોદ: કેશોદના કોલેજ રોડ પર આવેલા ગાયત્રી  મંદીરની સામે રહેતી સગીરાને સાસણ રહેતો તેનો  માસીયાઈ ભાઈ કિશન મેધનાથી એકતરફી પ્રેમમાં બે વર્ષ જેવાં સમયથી લગ્ન કરવા દબાણ કરતો હતો. સગીરા સહમત ન થતા કિશન આજથી ત્રણ દિવસ પહેલા  કેશોદ ખાતેના તેણીના નિવાસસ્થાને    આવી આવેશમાં સગીરાનું  ગળું દબાવી આડેધડ છરીનાં ઘા ઝીંકતા ઈજાગ્રસ્ત હાલતમાં સગીરાને કેશોદ સબ ડિસ્ટ્રીકટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા બાદ વધુ સારવાર માટે જુનાગઢ અને ત્યાંથી રાજકોટ રીફર કરવામાં આવી હતી.  કેશોદ પોલીસે  કિશનગીરી દિનેશભાઇ મેઘનાથી રહે.સાસણ રેલ્વે પાટા નજીક તા.મેંદરડા વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. કેશોદ પોલીસે  આરોપી કિશનગીરીની સાસણથી આજરોજ ધરપકડ કરેલછે.  

       કેશોદમાં પરિવાર સાથે રહેતી સગીરાનો સાસણ રહેતો કિશન માસીનો દીકરો ભાઇ થતો હોય એક બીજા સાથે ભાઇ બહેનના સંબંધ હોય પરંતુ કિશન સગીરાને   એક તરફી પ્રેમ કરતો હોય જેથી સગીરા ના ઘરે આવી બેસી સગીરાને એકલી જોઇ તારે મારી સાથે લગ્ન કરવા પડશે નહી કરે તો કા હું મરી જઇશ કા તને મારી નાખીશ તેવુ કહી લગ્ન કરવા માટે બળજબરી દબાણ કરતાં સગીરાએ લગ્ન કરવાની ચોખ્ખી ના પાડતા કિશને પોતાના કમરના ભાગેથી છરી કાઢી સગીરાનું  ગળુ પકડી મારી નાખવાના ઇરાદે છરીથી છાતીના ભાગે છ ઘા બન્ને પગોના ભાગે ચાર-ચાર ઘા પાછળ ના ભાગે એક ઘા ડાબા હાથે કાંડા ઉપર એક ઘા તથા ટચલી આંગળી ઉપર એક ઘા તથા જમણા હાથમાં અંગુઠાના ભાગે એક ઘા મારી ઉપરા છાપરી ૧૮ જેટલા ઘા મારી જીવલેણ હુમલો કરતા સગીરા જમીન ઉપર ઢળી પડતા મરી ગયેલ સમજી કિશન નાસીજતાં કેશોદ પોલીસે આજરોજ હુમલાખોર આરોપી કિશન ની સાસણ ખાતેથી અટક કરી કોરોના ટેસ્ટ કરાવી આગળની તપાસ હાથ ધરી છે.

(12:29 am IST)