Gujarati News

Gujarati News

News of Wednesday, 27th March 2024

મોરબી : ધો. ૧૨ સમાજશાસ્ત્રના પેપરમાં ૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : બોર્ડની પરીક્ષામાં આજે ધોરણ ૧૨ સામાન્ય પ્રવાહમાં સમાજ શાસ્ત્ર વિષયનું પેપર લેવામાં આવ્યું હતું જેમાં ગુજરાતી માધ્યમમાં ૧૫૭૬ વિદ્યાર્થીઓ હાજર અને ૩૩ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા જયારે અંગ્રેજી માધ્યમમાં ૦૧ વિદ્યાર્થી હાજર રહ્યો હતો આજે કુલ ૧૫૭૭ વિદ્યાર્થીઓએ શાંતિપૂર્ણ માહોલમાં પરીક્ષા આપી હતી.

   
(12:47 pm IST)